________________
જીવનધર્મ
૧૧૩ ઉતારવા માટે સર્વ પ્રથમ માનવતાને જીવનમાં પ્રગટાવવી પડે છે અને
જ્યારે માનવધર્મ તેના જીવનમાં પ્રગટે છે ત્યારે તેને ધ્યેયમ– એ હોય છે કે “હું માનવી છું. માનવધર્મ સમજું અને માનવ માટે જવું એ મારું સર્વપ્રથમ કર્તવ્ય છે. કારણ કે સઘળા ધર્મો મહાન છે પણ માનવધર્મ એથી પણ વધારે મહાન છે.”
જેના જીવનમાં માનવતા રગેરગે વ્યાપી ગઈ હોય છે એ એમ માને અને સમજે છે કે જે ધર્મ છે તે માનવ માટે છે. માનવને વધારે સંસ્કારી–વધારે સુંદર-વધારે શક્તિશાળી બનાવવા માટે ધર્મ છે. એટલે જ્યાં ધર્મ પાળતાં માનવને અન્યાય થતો હોય ત્યાં ધર્મને સાધનરૂપ માનીને પુનર્યોજના કરવી ઘટે. - બધા ધર્મો માનવધર્મ શીખવા માટે છે. માનવ પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન કરાવે, જુદાઈ શીખવાડે, માનવને હલકે ગણતાં શીખવાડે એ બધી વાતે ધર્મની હેઈ ન શકે.
મનુષ્ય ધર્મ પાળે છે તે પિતાની જાતને ઊંચી ઠરાવવા માટે નહિ પણ ખરેખર ઊંચી બનાવવા માટે અને એવી ઉત્કૃષ્ટ મનોદશા પ્રાપ્ત કરવા માટે એને જીવનમન્સ કેવળ વિશ્વબંધુત્વ’ હોય છે. અર્થાત “મિત્તી ને સવમૂહું વેર અન્ને ર છે ” અર્થાત બધા પ્રાણીઓ પ્રત્યે મારે મૈત્રીભાવ–બધુભાવ છે; મારે કોઈની સાથે એરવેર નથી. જેમ સાચી મહત્તા સાદી હોય છે તેમ આ મહાન માનવધર્મ પણ સાદે સરળ છે. એને એક જ ધર્મવાક્ય “ગર્ભિત સર્વભૂતેષુ માં મૂકી શકાય. - જે તમને ન ગમે તે કેઈને ન ગમે. અવેડાનું પાણી જે તમે પી ન શકે તે બીજે કઈ માનવ પી ન શકે. માંદગીમાં સહાય કરે એમ જે તમે ઈચ્છે, તે બીજા પણ એ જ ઈચ્છ.. .
આટલે સીધે-સાથે માનવધર્મ જે મનુષ્ય સમજી લે અને પિતાનાં બધા સાધન એ માનવધર્મ વધારવા માટે છે એટલું જાણું