________________
સૂત્રધર્મ તીર્થકરને માર્ગ ઉજજવળ કરી શકાય છે. શાસ્ત્રમાં તીર્થકરમાર્ગને ઉજ્જવળ કરવાથી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે, એવું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ફલ બતાવવામાં આવ્યું છે.
કાઈ આંધળાં, લૂલાં–લંગડાં વગેરે અસહાય જનને દાન દેવાથી સંસાર ઉપર જૈનધર્મને પ્રભાવ પડે છે; એવું પણ જોવામાં આવે છે. આવો પ્રભાવ સંસાર ઉપર પાડે તે પણ જૈનધર્મની પ્રભાવના છે.
જે મનુષ્ય દાન દેવાને પાપ કહે છે, તેઓ પ્રવચન-પ્રભાવનાને અર્થ બરાબર સમજતા નથી, એમ સમજવું જોઈએ.
આ આઠ આચાર સૂત્રધર્મના છે. આ આઠેય આચારોનું આચરણ કરનાર પુરુષ ઉપર બતાવેલ, ફલનો સમ્પાદક બને છે. આ જ આઠ આચાર ચારિત્રધર્મના પણ ઉપલક્ષક છે. આ આઠ આચારાનું પાલન કરવાથી ચારિત્રધર્મનું પાલન થાય છે.