________________
ધર્મ અને ધર્મ નાયક અહિંસાવાદી, થોડું પણ અસત્ય બોલવું, આત્માને ઘાત કર્યા બરાબર સમજે છે. પૂર્ણ અહિંસાવાદી આત્માને ઘાત કરે, જે હિંસા બરાબર છે, તે કેવી રીતે કરી શકે? હવે અહિં એક પ્રશ્ન થાય છે કે તે પછી તેઓએ ભૂગોળ–ખગોળ રહ્યાં છે તે પ્રચલિત ભૂગોળ-ખગોળની સાથે, સત્ય કેમ પ્રતીત થતાં નથી ? આ વાત નીચેના ઉદાહરણથી સ્પષ્ટ સમજાશે.
હવાને થેલીમાં ભરીને જે સોના-ચાંદીને તળવાના સાધનથી તેને તળીએ, તે હવાનું વજન કંઈ પણ માલુમ પડતું નથી, પણ વૈજ્ઞાનિકોનું કથન છે કે વાયુમાં પણ વજન છે અને તે વજન તેલમાં પણ આવે છે. આપણને હવા વજન વિનાની માલુમ પડે છે, આનું કારણ માત્ર એટલું જ છે કે આપણી પાસે તેને તેલવાનું સાધન નથી; તે જ પ્રમાણે આપણી ભૂગોળ–ખગોળ જે સિદ્ધાન્ત ઉપર રચવામાં આવી છે, તેને સિદ્ધ કરવા માટે આપણી પાસે ઉપયુક્ત સાધન નથી. જે સાધન હોત તે તેને પ્રમાણિત કરી શકાત કે અમુક સિદ્ધાન્ત ઉપર આ ભૂગોળની રચના કરવામાં આવી છે.
જેન ભૂગોળમાં ચૌદ રાજલકની* સ્થિતિ, પુરુષાકાર બતાવવામાં આવી છે. જે કોઈ મનુષ્ય, આ લેકસ્થિતિનું પ્રતિદિન એક એક કલાક ધ્યાન ધરે, તે છ મહિના બાદ, તે સ્વયં કહેશે કે, આમાં અપૂર્વ આનંદ સમાયેલો છે. મને થોડો અનુભવ છે, તે પણ હું કહી શકું છું કે આમાં ઘણે આનંદ આવે છે; તે જે વિશિષ્ટજ્ઞાની છે, તેઓને આ લેકસ્થિતિના ધ્યાનથી કે આનંદ મળતો હશે ? - આ ઉપરથી સિદ્ધ થાય છે કે જેઓએ જેનસિદ્ધાન્ત અને જેનશાસ્ત્રની રચના કરી છે, તેઓ સર્વજ્ઞ હતા. તેઓના કહેલા પ્રત્યેક શબ્દમાં ઘણું ગૂઢ રહસ્ય સમાયેલું છે. તેઓની બધી વાતો સમજવામાં આપણી બુદ્ધિ અસમર્થ હોય છે તે વાત જુદી છે.
* તત્વાર્થાધિગમભાષ્ય નામના પુસ્તકમાં ચૌદ રાજલોકની સ્થિતિ પુરુષાકાર બતાવામાં આવી છે.