________________
ધર્મ અને ધર્મનાયક આ પ્રશ્નનો ઉત્તર એ છે કે યુરેપની આ દેખાતી ભૌતિક ઉન્નતિ વાસ્તવિક ઉન્નતિ નથી, પણ ભયંકર અવનતિ છે. ભારતવર્ષમાં અહિંસાના જેટલા સંસ્કાર બાકી છે, તેના પ્રભાવથી જેટલી સારી સંસ્કારિતા અધિક્તર ભારતીયોમાં જોવામાં આવે છે, તેટલી સંસ્કારિતા. સંસારમાં બીજે ક્યાંય જોવામાં આવતી નથી. ભારતવર્ષમાને કેવળ પતિ પત્નીધર્મને આપણે અમેરિકાના પતિપત્નીધર્મ સાથે સરખાવીશું તે આપણને માલુમ પડશે કે અમેરિકાના પતિપત્નીધર્મને કેટલે અધઃપાત થયો છે. અમેરિકામાં સેંકડે ૯૫ ટકા વિવાહ સંબંધ તેડવામાં આવે છે, આ સિવાય અત્યારે પણ ભારતવર્ષમાં ગરીબમાં ગરીબ માણસને જેટલું સુખ મળી રહ્યું છે, તેટલું સુખ ત્યાંના ગરીબ માણસોને મળતું નથી. જ્યારે હું ઘાટકોપર (મુંબઈ) ચાતુર્માસસ્થિત હતા, ત્યારે મારા સાંભળવામાં આવ્યું હતું કે અમેરિકા ગએલ એક ભારતીય સજનને અહિં પત્ર આવ્યો છે. તેમાં તેઓએ લખ્યું છે કે,
અમેરિકાના નિમ્નશ્રેણીના મનુષ્યની આર્થિક સ્થિતિ ભારતવર્ષના નીચી શ્રેણીના મનુષ્યની આર્થિક સ્થિતિની અપેક્ષાએ ઘણું ખરાબ છે. અહિંના ગરીબો પ્રાયઃ ચોપાનીયાઓને ઓઢવા–પાથરવાના કામમાં લે છે. કેટલાક મનુષ્યો તે અબજપતિ છે અને કેટલાક એવા છે કે, જેઓને ઓઢવા-પાથરવાનું પણ મળતું નથી. આને સુધારે કે ઉન્નતિ કહેવી તે ઉચિત નથી.
પ્રત્યેક પ્રાણી પિતાના આત્મા સમાન છે એમ સમજીને ફૂડ-કપટ કરવાં નહિ, એ જ વાસ્તવિક ઉન્નતિ છે.
જે વૈષમ્ય જ વાસ્તવિક ઉન્નતિ છે, એ પ્રમાણે કહેવામાં આવે, અર્થાત ગરીબેના જીવનમરણને વિચાર ન કરીને, બની શકે તેટલા પ્રત્યેક ઉપાયથી ધન ખેંચીને તિજોરી ભરી લેવી, એ જ ઉન્નતિ છે, તે જે મનુષ્ય દગા-ફટકા કરીને ધન એકત્રિત કરે છે તેઓ પણ ઉન્નતિ કરી રહ્યા છે, તે પ્રમાણે આપણે માનવું પડશે. પણ