________________
ધર્મ અને ધર્મનાયક કેઈ કહે કે જેનધર્મમાં બે પ્રકારની અહિંસાની વ્યાખ્યા કેમ કહેવામાં આવી છે! જેવી રીતે કોઈ બીજો પક્ષ કહે છે કે “જેને ન મારવા તે અહિંસા છે; પણ કોઈ મરતાં જીવને બચાવે તે પાપ છે,” આ કે ન્યાય !
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જેઓને અહિંસાનો અર્થ માલુમ નથી, તે ભલે ગમે તે કહે; પણ આખી દુનિયા સારી પેઠે જાણે છે કે અહિંસા શબ્દ હિંસાનો વિરોધી છે.
જેમાં હિંસાને વિરોધ હોય તે અહિંસા છે, અને જેમાં અહિંસાને વિરોધ હોય તે હિંસા છે.
માને કે, એક મનુષ્ય કોઈ બીજા નિરપરાધી મનુષ્યને તલવારથી મારી રહ્યો છે; હવે કઈ બીજે મનુષ્ય તે મારનાર પુરુષને ઉપદેશથી તે દુષ્ટ કૃત્યથી રેકે છે, તે તેણે હિંસાને વિરોધ કર્યો કહેવાયને? હા.
“હિંસાને વિરોધ કરે તે અહિંસા છે.” આ વાત પહેલાં કહેવામાં આવી છે, એટલા માટે જે મનુષ્ય હિંસાને રેકે છે, અર્થાત હિંસાને વિરોધ કરે છે, તે મનુષ્ય નિશ્ચિત રૂપે અહિંસક જ છે; હવે આવા અહિંસક મનુષ્યને કઈ હિંસક કહે, તે તેઓને શું કહેવું જોઈએ? તેઓ જુઠું કહે છે.
રક્ષા કરનાર હિંસક અથવા પાપી છે, એવું કોઈ બુદ્ધિમાન મનુષ્ય કહી શકે નહિં.
રાવણ, સીતાનું શીલ હરણ કરવા તત્પર થયો હતો અને તેને વિભીષણે રોષે, તે આ બન્નેમાં કુશીલ કેણ કહેવાય? “રાવણ.”
અને વિભીષણ? શીલવાન
હવે જે કોઈ મનુષ્ય એમ કહે કે સીતાનું શીલ બચાવવાથી વિભીષણ કુશીલ થઈ ગયે, તો શું આ કથન તેઓનું ન્યાયયુક્ત કહેવાય? “નહિં.”
જ્યારે આપણે આ પ્રમાણે માનીએ છીએ, તે પછી જે