________________
ધર્મ અને ધર્મનાયક સમદષ્ટિને નિષ્પક્ષી બનવું અત્યાવશ્યક છે; કારણ કે જે બાધાદિદર્શનોની ઘણી વાતે ઉપરથી જેનદર્શન સમાન લાગે છે, પણ તે પૂર્વાપર વિરુદ્ધ હોવાથી તેઓની વાતે યથાર્થ નથી. સમદષ્ટિને સર્વજ્ઞપ્રણીત ધર્મ સિવાય અન્ય દર્શનેની કાંક્ષા કરવી ઉચિત કેવી રીતે કહી શકાય એટલા માટે “નિષ્કાંક્ષા” સમક્તિને આચાર માનવામાં આવ્યો છે.
(૩) નિર્વિચિકિત્સા –ધર્મમાં સ્થિરબુદ્ધિ ન રાખવાથી અને મનને ડામાડોળ સ્થિતિમાં મેકળું મૂકવાથી ધર્મ અને અધર્મને વિવેક જાગતો નથી. અને વિવેકબુદ્ધિ ન જાગવાથી, ધર્મની પ્રાપ્તિ થતી નથી અને અધર્મબુદ્ધિનો નાશ થતો નથી. માટે સ્વધર્મમાં દઢવિશ્વાસ રાખવો જોઈએ અને પરધર્મમાં બેટી મેહબુદ્ધિ રાખવી ન જોઈએ.
વિચિકિત્સા–અર્થાત ફળના પ્રતિ સંદેહ કરવો તેનું નામ વિચિકિત્સા' છે. કોઈ મનુષ્ય વિચારે કે “હું ધર્મ–પાલનમાં આટલે બધે પરિશ્રમ કરી રહ્યો છું, તેનું ફળ મળશે કે નહિં?” આ પ્રકારને સંદેહ કરે; અથવા આ સાધુઓ પિતાના દેહને મલયુક્ત શા માટે રાખે છે? જે અચિત્ત જલથી સ્નાન કરે છે તેમાં શું દોષ ? આ પ્રકારના વિચારેવડે સાધુઓની નિંદા કરવી, તેનું નામ વિચિકિત્સા' છે. વિચિકિત્સાને જ્યાં અભાવ હોય તેનું નામ નિર્વિચિકિત્સા છે.
(૪) અમૂહદષ્ટિ–અન્ય ધર્માવલમ્બીઓને ઋદ્ધિસમ્પન્ન જોઈને પણ જેનાં મનમાં વ્યામોહ પેદા થાય કે “આ સિમ્પન્ન છે એટલે તેને ધર્મ શ્રેષ્ટ છે, અને હું અલ્પ ઋદ્ધિવાળો છું, એટલે મારે, ધર્મ કનિષ્ટ છે આ પ્રકારને વ્યાહ જેણે છોડી દીધું છે, તે અમૂઢ દષ્ટિ કહેવાય છે, અને તે સમક્તિને આચાર છે.
જે મનુષ્ય કોઈની બાહસિદ્ધિ જઈને પિતાના હદયમાં વિચારે કે, “આ ગુરુ તે કાંઈ ચમત્કાર બતાવતા નથી, આ પ્રકારને