________________
સંઘધર્મ બેટી રીતે બહેકાવી નેચરભૂમિ ખાલી કરાવવામાં બાધા ઊભી કરે અને એ રીતે તે સ્વાર્થી મનુષ્ય સમસ્ત પ્રજાસંઘની હિતબુદ્ધિને પાર ન પડવા દેવા માટે કારસ્થાને રચે છે તે સ્વાર્થી મનુષ્યને સંઘધર્મને નાશક સમજવો જોઈએ.
પ્રજાસંધનું હિત ધ્યાનમાં ન રાખતાં કેવળ સ્વાર્થવૃત્તિને તૃપ્ત કરવા માટે રાજાને પક્ષ લે અને દુઃખોથી પીડાયેલા હજારો ગરીબ ભાઈઓ ઉપર દાઝયા ઉપર ડામ દે એ એક સાધારણ ગૃહસ્થ માટે પણ અનુચિત છે, તો પછી બાર વ્રતધારી શ્રાવક આવું અનુચિત કાર્ય કેવી રીતે કરી શકે !
કેટલાક સજ્જન સંધધર્મના સંગઠનને તેમજ આ સંધધર્મની રક્ષા માટે કરવામાં આવતા કાર્યોને એકાન્તપાપ કહે છે; પણ જે સંધધર્મના પાલનથી માનવસમાજ નીચધર્મ છોડે છે અને જે પાપકર્મોને છોડવાથી સંસારનું ઉત્થાન થાય છે, અને સાથે સાથે સૂત્ર-ચારિત્રધર્મના પાલન માટે ક્ષેત્ર તૈયાર થાય છે, તે શું તે સંધધર્મને એકાન્તપાપ કહેવું ઉચિત છે? નહિ.
સંધધર્મના પાલનમાં આરંભસમારંભ અવશ્ય થાય છે, અને તેને આરંભસમારંભ માનો પણ જોઈએ; પણ આવા આરંભસમારંભે પણ વિશેષ પ્રકારના હોય છે. જેવી રીતે કઈ મનુષ્ય પોતાની પુત્રીનું લગ્ન કરે અને બીજે પિતાની માતાનું લગ્ન કરે, આ બંનેમાં લગ્નને ઠાઠમાઠ સરખે છે, પણ શું આ બન્ને લગ્ન બરાબર કહી શકાય ? કદાપિ નહિ.
ખર્ચ તે બને વિવાહમાં થાય છે, પણ શું આ બન્નેનું ખર્ચ બરાબર છે? નહિ. પણ કઈ મનુષ્ય આ બન્ને લગ્નને આરંભદષ્ટિથી જ સરખા કહે તો ? તે અસત્ય કહે છે,
આ જ પ્રમાણે આરંભસમારંભના વિષયમાં સમજવું જોઈએ. કેટલાંક કામે એવાં હોય છે કે જે કામ કરવાથી ઉન્નતિ થાય છે અને સાથેસાથે અનેક મહાન પાપે પ્રતિકાર પણ થાય છે અને