________________
સંઘધર્મ વિચારવિનિમય કરવામાં આવે છે તે બધા અંગેને સમાવેશ લૌકિક સંધધર્મમાં થઈ જાય છે.
જે જૈનધર્મ આવી સુંદર સંઘયોજના સ્વીકારે છે તે જૈનધર્મ આજે લેકેની દૃષ્ટિમાં આટલે બધે અપૂર્ણ અને અવ્યાવહારિક કેમ જણાય છે ? એ કેટલાક લેકને પ્રશ્ન છે. વાસ્તવમાં આ પ્રશ્ન ખૂબ જ વિચારણીય છે. જેનધર્મ જે અત્યારે અપૂર્ણ વા ડરપકધર્મ તરીકે વગેવાય છે તેમાં થોડેક અપરાધ એ લેકે છે કે જેઓ જૈનધર્મનું વાસ્તવિક સ્વરૂપ વિચાર્યા વિના કેવળ મતાગ્રહબુદ્ધિથી કે બહારના દૂષિત વાતાવરણથી જ જૈનધર્મને વગોવવામાં પ્રવૃત્ત થઈ જાય છે. અને પ્રધાન અપરાધ તે આજકાલના તે જેન ભાઈઓને છે કે જેઓ કાયરવૃત્તિ ધારણ કરી વીરધર્મને લજવી રહ્યા છે. વાસ્તવમાં જેનધર્મના સિદ્ધાન્ત દ્વારા તે વિશ્વધર્મ બનવાને યોગ્ય છે.
જાહેર સમાચાર, જાહેર સભા તથા જાહેર સંસ્થાઓમાં સમસ્ત સંઘનું અર્થાત સમસ્ત માનવજાતિનું હિત અને શ્રેય વિચારવામાં આવે છે. જે ધર્મમાં હિન્દુ, મુસલમાન વા કોઈ એક જ સમાજ વા જાતિનું જ હિત વિચારવામાં આવતું હોય તેને આપણે કુળધર્મ તે કહી શકીએ, પણ સંપૂર્ણ રાષ્ટ્રને સંધધર્મ કહી ન શકીએ; કારણ કે રાષ્ટ્રને સંધધર્મ વ્યક્તિની અપેક્ષાએ સમષ્ટિનું શ્રેયહિત પ્રથમ વિચારે છે.
રાષ્ટ્રને સંધધર્મ બરાબર અખિલ ભારતીય સંધ (National Congress) જેવો છે. સંધધર્મની અનુસાર જે સભા યા સંસ્થા સ્થાપિત કરવામાં આવે તેમાં સમષ્ટિના હિતથી વિરુદ્ધ કેવળ કાઈ વ્યક્તિવિશેષની હાનિ તેમજ લાભ માટે સમષ્ટિના કાયદાઓને ભંગ કરે અને પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે સમષ્ટિનું હિત જોખમમાં ઉતારવું તે સંધધર્મને નાશ કરવા બરાબર છે.