________________
ધર્મ અને ધર્મનાયક જે તમે લેકે સંધબળનું સંગઠન કરે તે કોઈ કામ અશક્ય નથી. સંઘબળ અને સંધધર્મનું મહત્ત્વ સમજી, તે પ્રમાણે શકિત સંગઠિત કરવામાં આવે તે સંઘધર્મને અને જૈનધર્મને અવશ્ય ઉદ્ધાર થશે એમાં લેશમાત્ર સંશય રાખવા જેવું નથી.
ઉપસંહાર આ પ્રમાણે લૌકિક અને લેકેત્તર સંધધર્મનું બરાબર પાલન થાય તે સંઘબળ મજબૂત થાય. અને એ સંધબળથી દેશ, સમાજ અને ધર્મમાં એવી કાન્તિ પેદા થઈ શકે કે જે કાન્તિ સંધશક્તિને વિકાસ કરતી રહે.
સંઘબળને પ્રગટાવે અને તે સંધબળદ્વારા વિકાર શત્રુઓ ઉપર વિજય મેળવે. સંઘબળ વિકારવિજય માટે એક અમેઘ સાધન છે. જેમ સંઘબળ સાંસારિક કામની સિદ્ધિ માટે પરમસાધનભૂત છે તેમ આધ્યાત્મિક સિદ્ધિ માટે પણ સંઘબળની અનિવાર્ય આવતા છે. આપણું પૂર્વાચાર્યોએ તે સંધને ભગવાન માની સ્તુતિ કરી છે અને જે વંથલ કહી સંઘશક્તિને નમસ્કાર કરેલ છે. સંઘશક્તિ એ લોકશક્તિ છે. અને લોકશક્તિ ધર્મની માતા છે. જે લેકે સંઘબળનું બરાબર મહત્ત્વ સમજે છે તે લેકે સંધ ને સમાવિવામાતાપિતા સમાન પૂજ્ય ગણી તેની પૂજા કરે છે. સંધપૂજા એ સાચી ધર્મપૂજા છે.
સંધ આપણે ધર્મપ્રાણ છે. સંઘબળ એ આપણું ધર્મબળ છે. સંધશક્તિ એ આપણું ધર્મશકિત છે. માટે ધર્મપ્રાણની રક્ષા કરવી હૈય, તે આપણે જીવનમાં સંઘબળ પ્રગટાવવું જ જોઈએ. જ્યારે સમાજમાં સંઘબળ પ્રગટશે ત્યારે સંઘધર્મ વિશ્વધર્મમાં પિતાનું મહત્ત્વનું સ્થાન મેળવશે.
णमो संघस्स સંધને નમસ્કાર હે,