________________
ધર્મ અને ધર્મનાયક (૧) નિશંક, (૨) નિકાંક્ષતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદષ્ઠિત્વ (૫) ઉપગૂહન (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના.
જેમ હાથપગ આદિ અંગેનું વર્ણન કરવાથી શરીરનું વર્ણન થઈ જાય છે તેમ સમ્યક્ત્વના આ આઠ અંગેનું વર્ણન કરવાથી સમ્યક્ત્વ-સૂત્રધર્મનું સ્વરૂપ જણાઈ આવશે.
૧ નિઃશંકા–સમ્યજ્ઞાનને વિકસાવવાના આંતરિક ગુણે કસા સમ્યજ્ઞાનીએ જે સમ્યગ્ધર્મ સ્વીકાર્યો છે તેમાં શંકા ન કરવી. નિઃશંક થઈ એમાં પ્રવૃત્તિ કરવી એ સમ્યક્ત્વને પહેલે ગુણ છે.
૨ નિકાંક્ષા–સમ્યગ્ધર્મ સિવાય બીજા ધર્મોમાં કાંક્ષાઅભિલાષા ન રાખવી અને પિતાના સમ્યગ્ધર્મમાં અટલ, અચલ રહેવું અને નિષ્કાંક્ષિત થઈ સત્રવૃત્તિ કરતા રહેવી એ સમત્વને બીજો ગુણ છે, ( ૩ નિવિચિકિત્સા –સમ્યગ્ધર્મના ફળમાં સંદેહ કરે, સમ્ય
મીના આચાર-વિચાર પ્રતિ અરુચિ રાખવી, ધૃણા કરવી, તિરસ્કાર કર એ વિચિકિત્સા દોષ છે. આ દોષથી રહિત થવું અર્થાત નિર્વિચિકિત્સા ગુણ ધારણ કરે એ સમ્યકત્વને ત્રીજો ગુણ છે.
૪ અમૂહદૃષ્ટિ –વિવેકબુદ્ધિ કેળવવી અર્થાત પ્રત્યેક વાતને યુક્તિ, અનુભવ કે આગમની કસોટી ઉપર કસીને સ્વીકારવી, સદ્ધર્મ પ્રતિ સદ્દભાવ રાખો, કઈ ધર્મ પ્રતિ ધૃણું ન કરવી અને સદ્ધર્મ પ્રતિ મૂઢતાથી નહિ પણ વિવેકબુદ્ધિપૂર્વક અટલ વિશ્વાસ રાખ તે સમ્યકત્વને ચોથો ગુણ છે. આ ચાર ગુણે સમ્યજ્ઞાનીના આંતરિક ગુણે છે. આ આંતરિક ગુણોને કેળવ્યા વિના સમ્યજ્ઞાનીમાં સમ્યકત્વ પ્રગટી શકતું નથી. ': ૫ ઉપગ્રહન–સદ્ધર્મના માર્ગે સમ્યજ્ઞાનને વિકસાવવાનાં બાહ્ય ગુણે-ચાલનારને ઉત્સાહિત કરે. ધર્મનિન્દાની પ્રતિક્રિયા અને ધર્મગુણની પ્રશંસા કરવી એ સમ્યક્ત્વનો પાંચમો ગુણ છે.