________________
૮૩
સૂત્રધર્મ ૬ સ્થિરીકરણ –સદ્ધર્મથી જે કોઈ મનુષ્ય ગ્રુત થતું હોય કે આપત્તિ તથા પ્રલોભનોથી સદ્ધર્મનો માર્ગ છેડતે હોય તે તેને આપત્તિમાં મદદ કરવી અને પ્રલેભનેમાંથી બચાવ અને ધર્મમાર્ગમાં સ્થિર કરવો એ સમ્યક્ત્વને છઠ્ઠો ગુણ છે. ( ૭ વાત્સલ્ય –જગજજીવો અને તેમાં સહધર્મીઓ પ્રતિ વાત્સત્યભાવ રાખવો અર્થાત્ બધુભાવ રાખવો અને પરસ્પર બધુભાવ વધતો રહે તેવા પ્રયત્ન કરે એ સમ્યકત્વને સાતમે ગુણ છે.
૮ પ્રભાવના–દરેક ધર્મસાધનો દ્વારા ધર્મોદ્ધાર કરે, ધર્મપ્રચાર કરે અને ધર્મપ્રભાવથી જનસમાજને પ્રભાવિત કરી ધર્મમાર્ગ ઉપર લાવવો એ સમ્યકત્વને આઠમો ગુણ છે.
સમ્યક્ત્વના આ આઠ ગુણેમાં ચાર આંતરિક ગુણો અને ચાર સમ્યક્ત્વના ઘાતક બાહ્ય ગુણો છે. આ બાહ્ય ગુણનાં આચરણથી સમ્યક્ત્વનું પ્રકાશન થાય છે. સમ્યક્ત્વના આંતરિક ગુણ-નિઃશંકા, નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા અને અમૂઢદષ્ટિવ– કેળવ્યા વિના બાહ્ય ગુણે-ઉપગ્રહનવૃત્તિ, સ્થિરીકરણ, વાત્સલ્યભાવ અને પ્રભાવના-પ્રગટી શકતાં નથી અથવા ફળી શકતાં નથી.
આ આઠ ગુણ દર્શનના આચાર છે. આ દર્શનાચારનું આચરણ કરનાર પુરુષ ઉપર્યુક્ત ફલને સમ્પાદક બને છે. આ આઠ આચાર જ્ઞાનાચાર આદિના પણ ઉપલક્ષક છે. દર્શનાચાર મુક્તિનો માર્ગ છે. સૂત્રધર્મનું સમર્થન કરવા માટે અહિ દર્શનાચારનું કથન કરવામાં આવ્યું છે. ઉપર્યુક્ત આઠ આચારો સૂત્રધર્મના પણ છે.
આ આઠ આચારમાં પ્રથમ આચાર “નિશંક બને” એ છે. જે મનુષ્ય ધર્મ શ્રદ્ધામાં અથવા બીજી કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં સંદેહ રાખે છે તે મનુષ્ય જીવન ધ્યેયને પહોંચી શક્તા નથી, એ તેને સ્પષ્ટ અર્થ છે.