________________
સૂત્રધર્મ
[ સુર-ધને ] जहा सुई ससुत्ता पडिया वि न विणस्सइ ।
तहा जीवो ससुत्तो पडिओ वि न विणस्सइ॥ ગમે તેવા ચીકણુ કાદવમાં પડેલી સેય માત્ર નાના દેરાને લીધે પિતાની જાતને ગુમાવતી નથી, તેમ સસૂત્ર સમ્યજ્ઞાની જીવ પિતાની આત્મસ્મૃતિના ભાનની જ્યોતને બુઝાવા દેતું નથી.
જાણે–સમજી-વિચાર કરે-બેજ કરે ” ધર્મશાસ્ત્રની આ ઘોષણદ્વારા મુમુક્ષ-જિજ્ઞાસુઓને શાસ્ત્રકારે સુત્રજ્ઞાનની પ્રધાનતા સૂચવે છે.
શાસ્ત્રકારોએ માત્ર ચતુરાઈ, માત્ર પંડિતાઈ, માત્ર વાકુશલતા, માત્ર વ્યવહાર પટુતા, માત્ર લેકરંજન, માત્ર વક્તત્વ અને જ્ઞાન નથી કહેલું. પણ જે સમ્યજ્ઞાનના આવિર્ભાવથી ચિત્તવૃત્તિ શુદ્ધ થાય; ક્રોધાદિ કષાયો મંદ થાય અને સંયમ તથા -સમભાવનું પિષણ થાય તે જ સમ્યજ્ઞાન છે એમ કહ્યું છે. .
.. .