________________
લપ
સંઘધર્મ धर्म एव हतो हन्ति, धर्मो रक्षति रक्षितः । तस्माद्धों न हन्तव्यो, मानो धर्मों हतोऽवधीत् ॥
અર્થાત–જે મનુષ્ય ધર્મને નાશ કરે છે, ધર્મ તેને નાશ કરે છે અને જે ધર્મની રક્ષા કરે છે, તેની ધર્મ રક્ષા કરે છે. એટલા માટે ધર્મ આપણે નાશ ન કરે એમ માની ધર્મને નાશ કરે જોઈએ નહિ.
આજે સંધ અવ્યવસ્થિત થઈ ગયા છે. તેનું સંગઠન કરવું અત્યારે ઘણું આવશ્યક છે; પણ હજુ સુધી જોઈએ તેટલું તે પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. સંઘબળ એકત્રિત કરવામાં કેટલે બધે લાભ રહે છે તે સમજવાની અત્યારે ઘણી જરૂર છે.
અત્યારે સંધબળ તદ્દન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યાંસુધી તે એકત્રિત કરવામાં ન આવે ત્યાંસુધી કેઈ કાર્યમાં સફળતા મળવી બહુ મુશ્કેલ છે.
જો પાંચ જ મનુષ્યની શક્તિ એકત્રિત કરવામાં આવે તે આખરે તે પાંચ માણસો પાંચ હજાર મનુષ્યો એકત્રિત થઈ સંસારમાં અપૂર્વ આદર્શ શક્તિ પેદા કરી શકે છે.
દક્ષિણ આફ્રિકામાં ભારતીયને કુટપાથ ઉપર અંગ્રેજ લેકે ચાલવા પણ દેતા ન હતા અને રેલ્વેની ફર્સ્ટ અથવા સેકન્ડ કલાસની ટિકીટ હોવા છતાં પણ ત્યાંથી ઉતારીને થર્ડ કલાસના ડબામાં બેસાડી દેતા હતા. આ તે ભારતીયો ઉપર સામાન્ય વ્યવહાર કરવામાં આવતા હતા. કોઈ ભારતીય ઘેડાગાડીની ટીકીટ લઈને તે ગાડીમાં બેસી શક્તા નહિં. એક વાર આવા પ્રસંગમાં ગાંધીજી પણ સપડાઈ ગયા હતા અને તેથી તેઓશ્રી ઉપર માર પણ ઘણા પડ્યું હતું. પરંતુ એકલા ગાંધીજીએ જ ત્યાંના ભારતીયોની અવ્યસ્થિત થયેલી શક્તિનું સંગઠન કર્યું અને તે શક્તિદ્વારા સત્યાગ્રહ કરી ભારતનું માન સાચવ્યું. ભારતીય ઉપર ત્રણ પૈડને જે કર લેવામાં આવતે તે પણ બંધ કરાવ્યું."