________________
૭
સંઘધમ જે આખા ગામની સમ્પત્તિ લૂંટાઈ જાય તે એક મનુષ્ય પિતાની સમ્પત્તિ કેવી રીતે સુરક્ષિત રાખી શકે? આ જ પ્રમાણે જે મનુષ્ય પિતાના વ્યક્તિગત ધર્મને સુરક્ષિત રાખવા ચાહે છે, તેઓએ સંધધર્મની રક્ષા કરવા માટે પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.
સંધધર્મનું એટલું બધું મહત્વ બતાવવામાં આવ્યું છે, કે જે કઈ સાધુ વિશિષ્ટ અભિગ્રહાદિક ચારિત્રધર્મની સાધના કરી રહ્યા હોય અને તે વખતે સંઘને ઘણી જરૂરીયાત પડી હોય તો તે સાધુએ સાધના છેડીને પણ સંઘનું કાર્ય પ્રથમ કરવું જોઈએ. એવું શાસ્ત્રનું ફરમાન છે. આ વાવથી ભદ્રબાહુ સ્વામીની કથા વિશેષ સ્પષ્ટ થશે.
એક સમયે ભદ્રબાહુ સ્વામી એકાન્તમાં યોગની સાધના કરી રહ્યા હતા. તે વખતે સંધમાં વિગ્રહ થઈ ગયા હતા. જ્યાં સુધી કાઈ તેજસ્વી અને પ્રતિભાશાળી પુરુષ તેને અંત ન આણે, ત્યાં સુધી વિગ્રહ શાંત થ અસંભવિત જણાતું હતું. આખરે સંઘ ભેગે થયો અને સંધે નિશ્ચય કર્યો કે ભદ્રબાહુ સ્વામી સિવાય બીજા કોઈ આ વિગ્રહને શાંત પાડી શકે એમ નથી. માટે તેમને બેલાવવા માટે કઈ સાધુ જાય અને તે અહિં આવીને આ વિગ્રહને શાન કરે. - સાધુઓએ ભદ્રબાહુ સ્વામી પાસે જઈને સંઘને સંદેશ સંભળાવ્યો. ભદ્રબાહુ સ્વામી બધું સાંભળી રહ્યા બાદ ઉત્તર આપ્યો કે –“અત્યારે હું યોગ સાધી રહ્યો છું. જેથી યોગ સાધી રહ્યા બાદ હું ત્યાં આવીશ.”
સાધુઓએ ભદ્રબાહુ સ્વામીને ઉત્તર સંઘને કહી સંભળાવ્યો. ભદ્રબાહુ સ્વામીને ઉત્તર સાંભળીને સઘને ઘણું આશ્ચર્ય થયું કે આચાર્યે પિતાના કલ્યાણ માટે આખા સઘ તરફ કેમ ઉપેક્ષા કરી ? આ પ્રમાણે પૂર્વાપર વાતને વિચારી સંઘે ફરીવાર સાધુઓને તેમને બેલાવવા મેકલ્યા. સાધુઓએ સંધના કહેવા પ્રમાણે કહ્યું કે –