________________
૭૮
ધર્મ અને ધર્મનાયક | vમ ના તો ચા-પહેલાં જ્ઞાન અને પછી દયા અને જ્ઞાનશિયાળાનું મોતઃ જ્ઞાન અને ચારિત્રદ્વારા મેક્ષની સિદ્ધિ થાય છે. ધર્મશાસ્ત્રની આ ઘોષણું પણ એવા સમ્યજ્ઞાનને સૂચિત કરે છે.
જ્ઞાન અને ક્રિયાનું સાહચર્ય ધ્યેયસિદ્ધિનું મુખ્ય અંગ છે. જેવું જાણે તેવું કરે, તે જ ધારેલું પાર પાડી શકાય. જાણવું જુદું અને કરવું જુદું વા કરવું જુદું અને જાણવું જુદુ–એ રીતે જ્ઞાન અને ક્રિયાને વિસંવાદ હોય, ત્યાં મોટા મોટા પ્રયાસ કરવા છતાં પણ વિફળતા મળે છે. જ્ઞાનં ક્રિયા વિના-ક્રિયા વિનાનું જ્ઞાન વિંધ્ય છે. અને જ્ઞાન વિનાની ક્રિયા અંધ છે. એ ધર્મોક્તિ પણ એવા વિસંવાદિ જ્ઞાન અને ક્રિયા માટે કહેવાએલી છે. જ્ઞાન અને ક્રિયાને સંવાદ હોય તે ધ્યેયસિદ્ધિ નજીક જ છે.
સમ્યજ્ઞાન શાશ્વત સૂર્ય છે, ન ઓલવાય એવો દીવો છે. એના જળહળતા પ્રકાશથી માત્સર્ય, ઈર્ષ્યા, ક્રૂરતા, લુબ્ધતા વગેરે અનેક રૂપે જણાને અજ્ઞાનાંધકાર ક્ષણ પણ ટકી શકતો નથી.
ક્રિયાકાંડો–અનુષ્ઠાનો–ઔષધ છે. સમ્યજ્ઞાન પથ્ય છે. સમ્યજ્ઞાનને લીધે એ અનુષ્ઠાને અમૃતરૂપ થઈ આત્માનું વૈભાવિક ઘેન દૂર કરે છે અને તેને જાગતે કરે છે. એટલા જ માટે શાસ્ત્રકારોએ જે એમ કહ્યું છે કે-ગમે તેવા ચીકણા કાદવમાં પડેલી સેય માત્ર એ નાના દેરાને લીધે પિતાની જાતને ગુમાવતી નથી. તેમ સમજ્ઞાની છવ માત્ર સૂત્રસૃતિના ભાનની તને બુઝાવા દેતા નથી.
ધર્મશાસ્ત્રમાં સમ્યજ્ઞાનને પ્રભાવ અધિકાધિક વર્ણવ્યો છે. જૈન પરિભાષામાં જેનેમિથ્થામૃત કહેવામાં આવે છે તેનું વાંચન-મનન પણ સમ્યજ્ઞાનીને અહિતકર થતું નથી. સમ્યજ્ઞાનને લીધે તેની દૃષ્ટિ વિશાળ, આગ્રહરહિત પ્રશાન્ત અને નયવાદને સમજનારી થાય છે, તેથી કંઈપણ ધર્મશાસ્ત્રને સંસર્ગ તેને અહિતકર તે નથી. સમ્યજ્ઞાનના કવચને લીધે તે સદા સુરક્ષિત રહે છે. અને