________________
ધર્મ અને ધર્મનાયક સામ્પ્રદાયિક બન્ધોની અનાવશ્યકતા બતાવવી, તે સંઘધમની અજ્ઞાનતા બતાવવા બરાબર છે. જો તમે આ ઉપર વિચાર કરી યોગ્ય પ્રબંધ નહિ કરે તો બધા સાધુ સ્વછંદી થઈ જશે. અને આવી અવ્યવસ્થા તથા વિશૃંખલતા ફેલાઈ જવાથી ધર્મનું તેમજ આચાર્યપદનું મહત્વ રહેશે નહિ. જે કોઈ પ્રકારનો નિયમ નહિ રહે તે બધા સ્વચ્છંદવાદી થઈ જશે અને તેથી સંધનું કામ કેવી રીતે ચાલી શકશે? તે તમે લેકે સ્વયં વિચારી શકે છે.
નેશનલ કેગ્રેસમાં કરવામાં આવેલા ઠરા, આખા ભારતવર્ષના ઠરાવો છે. જો કોઈ એક મનુષ્ય તે ઠરાવનું અપમાન કરે તો તે કોંગ્રેસનું અપમાન છે. પ્રત્યેક વ્યકિતનું કર્તવ્ય છે કે તે કોંગ્રેસના ઠરાવનું બરાબર પાલન કરે. જે આ બન્ધનની જરૂરીયાત ન સમજીને પ્રત્યેક વ્યક્તિ પોતપોતાની ઈચ્છાનુસાર સ્વતન્ત્રતા શેધવા લાગે તે રાષ્ટ્રધર્મ અને સંધધર્મનું અસ્તિત્વ વધારે સમય સુધી ટકી શકે નહિ! બરાબર તે જ પ્રમાણે લેકેત્તર સંધધર્મ વિષે પણ સમજવું જોઈએ. સંઘના નિયમો વિરુદ્ધ જે કોઈ પિતાની વ્યક્તિગત સ્વછંદતા શોધે છે, તે સંધધર્મનું અપમાન કરે છે.
સૂત્ર-ચારિત્રધર્મ, પ્રત્યેક વ્યક્તિને જુદો જુદો ધર્મ છે, પણ સંધધર્મ તે બધાને સામૂહિકધર્મ છે, એટલા માટે સંધધર્મ ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જે સંઘધર્મ ન હોય તે ચારિત્રધર્મ વધારે સમય સુધી ટકી શકે નહિ. જેવી રીતે કોઈ માણસ પિતાનો સમ્પત્તિની તે રક્ષા કરે જ છે, પણ સાથે સાથે તેને પિતાના ગામની રક્ષા કરવાનું ધ્યાન પણ વિશેષ રાખવું પડે છે. કારણ કે જે ગામ લૂંટાઈ જાય તે પિતાની સમ્પત્તિ પણ સુરક્ષિત રહી શક્તી નથી. તે જ પ્રમાણે સૂત્ર–ચારિત્રધર્મ અને સંઘધર્મને સંબંધ છે. સૂત્ર–ચારિત્ર ધર્મ એક મનુષ્યની સમ્પત્તિસમાન છે જ્યારે સંધધર્મ આખા ગામની સમ્પત્તિસમાન છે.