________________
ધર્મ અને ધર્મ નાયક જેમાં થોડે આw અને અધિક ઉપકાર થતું હોય, તેવ કાર્યો શ્રાવકે હંમેશા કરતા આવ્યા છે. જેવી રીતે કેશી મહારાજે ચિત્તપ્રધાનને કહ્યું હતું કે પરદેશી રાજ મારી સામે જ આવતું નથી, તે હું ઉપદેશ કેને આપું ! આ ઉપરથી માલુમ પડે છે કે, સજપરદેશીને કેશી મહારાજ પાસે લાવવા તે શ્રાવકનું કર્તવ્ય હતું, સાધુઓનું નહિ. જે તે સાધુઓનું કર્તવ્ય હેત તો કશી મહારાજ જ કેઈ સાધુને મોકલીને તેને બોલાવી લેત; પણ પરદેશી રાજાને ચિત્તપ્રધાન લાવ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ જ છે કે સાધુઓ સાધુઓને યોગ્ય અને શ્રાવકે શ્રાવકને યોગ્ય કાર્ય કરતા આવ્યા છે. સંસ્થાઓ ન ખેલવી એમ કહેવાને મારે આશય નથી, પરંતુ સાધુઓ આવા પ્રપંચમાં ન પડે અને સાધુધર્મનું બરાબર પાલન કરે એમ મારું કહેવું છે.
શ્રાવકેને ઉપદેશ દે તે સાધુઓનું કર્તવ્ય છે. જેવી રીતે કેશી શ્રમણે રાજા પરદેશીને શ્રાવક બનાવ્યા બાદ ઉપદેશ આપ્યો હતે કે, “હે રાજા ! તું રમણિકથી અરમણિક થતું નહિ.' આ ઉપદેશ સાંભળીને રાજાએ સ્વયં રાજ્યના ચાર ભાગ પાડીને એક ભાગનો દાનમાં ઉપયોગ કરવા માટે પ્રારંભ કર્યો, પરંતુ કશી શ્રમણે રાજાને પ્રત્યક્ષ કહ્યું ન હતું કે તું આ પ્રમાણે કર.” ઉપદેશ દેવાથી શ્રાવક સ્વયં પિતાનું કર્તવ્ય સમજી લે તે સાધુઓને સ્પષ્ટીકરણ અથવા શ્રાવકેને આગ્રહ કરવાની આવશ્યક્તા રહેતી નથી. જેની શ્રદ્ધા અને શક્તિ હશે તે સ્વયં બધી વાતો સમજશે અને બીજાને ઉપકાર કરવા માટે પ્રેરાશે. સાધુઓ કેઈને શરમમાં નાંખે તે ઉચિત નથી.
કઈ સાધુ એમ કહે કે શ્રાવકે વ્યવસ્થા કરવામાં તથા સંસ્થા ચલાવવામાં અસમર્થ છે, એટલા માટે જે અમે સંસ્થાનું સંચાલન ન કરીએ તો કાર્ય કેવી રીતે ચાલી શકે ? આ પ્રશ્નના જવાબમાં હું કહું છું કે જે તેઓને એમાં જ સંઘનું કલ્યાણ જણાતું હેય તો તેમણે સાધુપણું છોડી દઈ શ્રાવકપણું સ્વીકારી તે કાર્ય હાથ ધરવું જોઈએ.