________________
ધમ અને ધર્મ નાયક જે આ પ્રમાણે સાધુ અને શ્રાવકની ભિન્ન ભિન્ન વ્યવસ્થા સ્વીકારીએ નહિ તે લેકે શ્રાવકમાંથી સાધુ બને જ શા માટે ? એટલાં માટે કે આરંભ–સમારંભમાં પડવું ન પડે તેમજ જરૂરીયાત ઓછામાં ઓછી રહે.
જો સાધુ અને શ્રાવકનો એક જ ધર્મ છે, તે સાધુધર્મ અને શ્રાવકધર્મમાં ભિન્નતા શી રહી ? સાધુ અને શ્રાવકની વાત તો દૂર રહી, પણ શ્રાવક-શ્રાવકમાં પ્રત્યેકને જુદા જુદા ધર્મ હોય છે. જેવી રીતે કોઈ એક શ્રાવક પિતાના ઘરમાં એકલે જ છે અને તે ૫-૭ રૂપિયાના માસિક વ્યયથી પિતાને નિર્વાહ ચલાવી શકે છે. બીજો શ્રાવક એક રાજા છે; અને તેને કુટુંબ પરિવાર પણ મટે છે. હવે, જે એકલે રહેનાર શ્રાવક વિચારે કે, જે હું કરું છું, તે જ શ્રાવકધર્મ છે” અર્થાત પ-૭ રૂપિયાના માસિકવ્યયથી જ ઘરખરચ ચલાવવું. તે જ શ્રાવકધર્મ છે; અને જે ઉપર કહેલા માસિકવ્યયથી જે કઈ વધારે માસિકવ્યય કરે; અથવા હું જેટલું આરંભ-સમારંભ કરું છું; તેથી કઈ વધારે આરંભસમારંભ કરે તે શ્રાવકધર્મ પાલન કરી શકતું નથી. તે શું પહેલા શ્રાવકની અપેક્ષાએ તે રાજા બાર વ્રતધારી શ્રાવક બની શકે? નહિ.
શાસ્ત્રમાં પ્રત્યેક શ્રેણીની વ્યક્તિ માટે જુદો જુદો ધર્મ નક્કી કરવામાં આવ્યો છે. એક મનુષ્ય, સોળ દેશોને રાજા હોવા છતાં પણ બાર વ્રતધારી શ્રેષ્ઠ શ્રાવક થઈ શકે છે. જે આ પ્રકારની શાસ્ત્રસમ્મત અને નીતિયુક્ત વાતને ઊલટી કહેવામાં આવે તે તે સંધધર્મને હાનિકારક છે. આ ઉપર્યુક્ત વાતેથી એ સિદ્ધ થાય છે કે સાધુઓનો આચારધર્મ અને શ્રાવકને આચારધર્મ ભિન્ન છે. જે લેકે સાધુઓને અને શ્રાવકેને આચારધર્મ એક જ કહે છે, તેઓ ભૂલ કરી રહ્યા છે. પણ આજકાલ સંઘધર્મ પણ ચક્કરમાં પડી ગયો છે. સંઘની સમુચિત વ્યવસ્થા ન હોવાથી, સાધુ પિતાની જવાબદારી