________________
ધર્મ અને ધર્મનાયક આ જ પ્રણે ગૃહસ્થ તેમજ સાધુઓ મળીને એક સંઘ બને છે અને આખા સંધને પ્રશ્ન ઉપસ્થિત થવાથી બધા એક સમાન ગણવામાં આવે છે; પણ જે પ્રકારે ઝવેરી કાપડીયાનું અને કાપડિયાઓ ઝવેરીનું ઉત્તરદાયિત્વ (Responsibility) સંભાળી શકતા નથી. તેવી જ રીતે સાધુઓ શ્રાવકની અને શ્રાવકો સાધુઓની જવાબદારી પાર પાડી શક્તા નથી.
જે સાધુઓની જવાબદારી શ્રાવકે ઉપર નાંખવામાં આવે તો તે સઘધર્મ જરૂર નષ્ટ થઈ જાય. જેવી રીતે કેઈ એક બાળકને દૂધ પિવડાવીને જ આપણે જીવિત રાખી શકીએ છીએ; એવી અવ
સ્થામાં કઈ સાધ્વી ધવરાવે તે શાસ્ત્રના સિદ્ધાન્ત પ્રમાણે જરૂર દોષ લાગે.
પણ જે કઈ સંસારી સ્ત્રી, સાવીને બાળક ધવરાવવામાં પાપ લાગે છે, એટલા માટે “હું પણ બાળકને ધવરાવીશ નહિ.” આ પ્રકારે કહીને જે તે બાળકને ધવરાવે નહિં; તે આપણે તેને શું કહીએ ? નિર્દયી.
શાસ્ત્રમાં શ્રાવકે માટે પહેલા અણુવ્રતના પાંચ અતિચારે બતાવવામાં આવ્યા છે તેમાં “અન્નપાનનો નિષેધ કરે એ પણ એક અતિચાર છે; અને સાધુ જે કઈ જાનવર અથવા મનુષ્યને અન્નપાણી આપે તો તેઓ માટે અતિચાર કહેવામાં આવ્યો છે. હવે જે સાધુઓની જવાબદારી શ્રાવકે ઉપર નાંખવામાં આવે તો શ્રાવકના ધર્મનું પાલન કેવી રીતે થઈ શકે?
* જુઓ પ્રતિકમણુસૂત્રના પહેલા વ્રતના પાંચ અતિચારમાં માણવો (મરપાનથુછે :) અન્નપાણી ભેગવતાં અટકાવ્યાં હોય તે નામને પાંચ અતિચાર.
જુએ–શ્રીવાચમુખ્ય ઉમાસ્વાતિજીનું તરવાથષિામસૂત્ર અદાયન ૭મા સૂત્રના નવવધવિરાતિમાનપાનનિરોધો : સ. ૭