________________
સંઘધર્મ ચાલશે એમાં જરા પણ શંકા નથી. કારણ કે લૈકિક સંઘધર્મ અને લેકેત્તર સંઘધર્મના નિયમો ભિન્ન હોવા છતાં બને સંધધર્મો ધર્મસંબંધથી ખૂબ જ સંકળાયેલા છે. એ બન્નેને એકાન્ત ભિન્ન માની શકાય એમ નથી. લૈકિક સંધધર્મના સભ્યોનું શું કર્તવ્ય છે તે વિષે આપણે સામાન્ય વિચાર કર્યો. હવે આપણે લેકેત્તર સંઘધર્મ શો છે અને તેના સભ્યોનું શું કર્તવ્ય છે તે વિષે અત્રે વિચાર કરીએ.
જે ધર્મના પાલનથી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ શ્રી. ચતુર્વિધ સંઘની ઉન્નતિ થાય તે લેકાર સંઘને ધર્મ છે. જોકેત્તર સંધધર્મમાં પણ વ્યક્તિગત લાભ ન દેખતાં સમષ્ટિગત લાભનું દષ્ટિબિન્દુ સામે રાખવું જોઈએ.
અહીં કોઈ એવી શંકા કરે કે સંધધર્મને તે સૂત્ર તેમજ ચારિત્ર ધર્મમાં સમાવેશ થઈ જાય છે. તે પછી તેનું જુદું વર્ણન શા માટે કરવામાં આવે છે ! આ પ્રકારનું કથન પાયા વગરનું છે. કારણ કે સૂત્ર અને ચારિત્રધર્મ જુદા જુદા ધર્મ છે અને સંઘધર્મ પણ તેથી જુદે જ ધર્મ છે. સંઘધર્મમાં સંઘના ગૃહસ્થ અને સાધુઓ બને પ્રકારના સભ્યોનું જુદું જુદું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. જે આ બન્નેનું કર્તવ્ય વિભક્ત કરવામાં ન આવે તે સંઘનું અસ્તિત્વ પણ વધારે સમય સુધી ટકી શકે નહિ. આ વાતને સ્પષ્ટાર્થ નિમ્નત ઉદાહરણથી વિશેષ સ્પષ્ટ થશે –
એક મનુષ્ય કાપડને વેપાર કરે છે અને બીજે મનુષ્ય જવેરાતને વેપાર કરે છે. જો કે આ બન્નેને લૈકિક સંઘધર્મના દષ્ટિબિન્દુથી વિચાર કરવામાં આવે તે બન્ને સમાન છે. તે પણ તેઓ બને એક બીજાનું કાર્ય કરવામાં અસમર્થ છે; અર્થાત જે ઝવેરીને કાપડની દુકાન ઉપર બેસાડવામાં આવે અને કાપડીયાને જવેરાતની દુકાન ઉપર બેસાડવામાં આવે તે તેઓ બન્ને એક બીજાને વેપાર સારી રીતે ચલાવી શકે નહિ અને ફલતઃ બને દુકાને ચાલુ રહી
શકે નહિ.
-