________________
ધર્મ અને ધર્મનાયક “હે ! મહારાજ ! વેગસાધના સાધી તમારું એકલાનું કલ્યાણ કરવું શ્રેષ્ઠ છે કે સમસ્ત સંધમાં ફેલાયેલ વિગ્રહને શાન કરે શ્રેષ્ઠ છે ?'
આ પ્રમાણે સાંભળીને ભદ્રબાહુ સ્વામી પિતાને અભિગ્રહઅધૂરે મૂકીને સંઘની પાસે આવ્યા અને શ્રી સંઘની ક્ષમાપના માંગી કહ્યું કે મારા યોગની સાધના કરવા કરતાં સંધનું કાર્ય વિશેષ મહત્ત્વપૂર્ણ છે. આ પ્રમાણે કહી સંઘને સાત્વના આપી.
જે લેકે પ્રાયઃ એમ કહ્યા કરે છે કે “અમને તેથી શું ? અમે શા માટે બીજાની ચિન્તા કરીએ ? અમે કુશલ રહીએ તે બસ. બીજાનું ગમે તે થાય? અમોને તેથી શું ?” આ પ્રમાણે જે વિચાર કરે છે, તેઓ ભયંકર ભૂલ કરે છે. જે ગ્રામમાં, જે દેશમાં આવા વિચારવાળા મનુષ્યો રહે છે, તે ગ્રામનું અધ:પતન થયા વગર રહેતું જ નથી. ભારતવાસીઓના હૃદયમાં જ્યારથી આવા વિચારે પસી ગયા છે, ત્યારથી ભારત અધોગતિને પ્રાપ્ત થતું આવ્યો છે. ભારતમાંથી હવે તે દુષ્ટ ભાવને પલટતી દેખાય છે અને આ રાષ્ટ્ર સંગઠિત થઈ રાષ્ટ્રોદ્ધાર કરી રહ્યો છે તે ભારતની દશા કેઈ વખતે અવશ્ય સુધરશે એવી આશા રાખવામાં આવે છે.
હજુ સુધી જૈનસંઘમાંથી “અને તેથી શું?” આ દુષ્ટ ભાવના દૂર નથી થઈ અને તે ભાવનાને દૂર કરવા માટે કોઈ પ્રયત્ન પણ કરવામાં આવતું નથી એ વધારે દુઃખની વાત છે. સંધધર્મનું મહત્ત્વ ન સમજવાથી જ આ દુષ્ટ ભાવના જૈનસંઘમાં પેસી ગઈ છે.
સહધર્મીઓને કોઈ પણ પ્રકારની શાન્તિ આપવી તે પણ મહાનિર્જરા છે એવું ભગવાનનું કથન છે. સંઘધર્મની રક્ષા કરવાની અત્યારે પરમાવશ્યકતા છે.
ભદ્રબાહુ સ્વામી સંઘનું હિત લક્ષ્યમાં રાખી સંધ પાસે આવ્યા હતા. અને સંધનું હિત સાધ્યું હતું. ધર્મની રક્ષા કરવી તે પિતાની રક્ષા કરવા બરાબર છે. મનુ મહારાજે ઠીક જ કહ્યું છે કે –