________________
સઘધ
૬૯
શ્રાવકા ઉપર અને શ્રાવક્રા પેાતાની જવાબદારી સાધુઓ ઉપર નાંખે છે. જેવી રીતે પાઠશાળા ચલાવવી, સંસ્થા ખેાલવી, કાર્યાલયની સક્રિય વ્યવસ્થા કરવી, ગારક્ષા તેમજ અનાથરક્ષાને સક્રિય પ્રબંધ કરવા ઇત્યાદિ યા અને પરાપકારનાં કાર્યાં અવશ્ય છે; પણ સાધુઓ આવા વ્યાવહારિક પ્રપ`ચમાં જ પડી જાય તે તે ઠીક નથી. સાધુ ઉપકાર ન કરે તેા પછી ઉપકાર ક્રાણુ કરશે? જો એમ કહેવામાં આવે તે હું પૂછું છું કે આવા પરોપકારા, જેમાં અનેક આર ભાદિ ક્રિયાઓ કરવી પડે છે, તે સાધુએ જ કરવા લાગશે, તે। શ્રાવક લેાકા શું કરશે ? જો શ્રાવકાની જવાબદારીનું કામ સાધુએ ઉપાડી લેશે, તા સાધુઓના પાંચ મહાવ્રતાનું પાલન શું શ્રાવકા કરશે ? જો શ્રાવકાનુ ગ્રામ સાધુ લઈ લે, તે શ્રાવકા પાંચ મહાવ્રતનુ સંપૂર્ણ રૂપે પાલન કરવામાં અસમર્થ તે છે જ, એટલે પાંચ મહાવ્રતાની આવી રીતે હાનિ તા થવાની જ ને ?
સાધુ થઈ ને કાઈને સલાહ આપે કે અમુક સંસ્થાને એક હજાર રૂપિયા આપેા, અથવા આ પ્રમાણે સ્પષ્ટ ન કહેતાં એમ કહે ૐ ‘ પૈસા ઉપરથી મેાહ ઉતારી નાખા, અથવા પુદ્દગલાના ત્યાગ કરી દે.’ આ પ્રમાણે પૈસાના પ્રપંચમાં પડવું તે સાધુએને માટે ચેાગ્ય નથી. કારણ કે પૈસાની અવ્યવસ્થા થવાને કારણે અનુચિત વ્યય થાય છે અને વિશ્વાસધાતનું પાપ સાધુ ઉપર આવે છે; માટે આત્મસાધક સાધુ પૈસાના પ્રપંચમાં ક્રમ પડી શકે?
વર્તીમાન સમયમાં કેટલીક સંસ્થામાં અવ્યવસ્થા ચાલી રહી છે. સ્વાત્યાગી અથવા લાયક મનુષ્યેાની કદર નથી રહી અને ગમે તે પુરુષ સંસ્થા સ્થાપિત કરવા તૈયાર થઈ જાય છે. આવી નવી નવી સંસ્થા ઊભી કરનારાઓની પરીક્ષા કર્યા વિના શ્રાવક લેાકા તેઓને નિયમવિરુદ્ધ સહયેગ આપે છે અને સાધુત્વને હાસ કરે છે. જે કાર્યો શ્રાવકને કરવા યેાગ્ય છે,તે શ્રાવક્રએ અને જે કાર્યો સાધુને કરવા ચેાગ્ય છે, તે સાધુઓએ કરવાં - જોઇએ.