________________
સંઘધમ નીતિકારે તે આ સંઘશક્તિને નીતિરૂપે જીવનધ્યેય બનાવવા માટે આપણને ભારપૂર્વક કહ્યા કરે છે. તેઓ “સંદ્ધતિ છે – સંઘશક્તિ શ્રેયસી–કલ્યાણકારી—છે એટલું જ કહીને અટક્યા નથી, પણ જેને આપણે ક્ષુદ્ર ગણું તુચ્છકારીએ છીએ તેવી શુદ્ધ ગણાતી વ્યક્તિઓનું પણ સંગઠન સાધી સઘબળ કેળવવું જોઈએ અને એ પ્રમાણે જ્યારે સંઘબળ કેળવાય ત્યારે જ “સંતિઃ સાધવા' અર્થાત સંઘશક્તિ ફલદાયિની નીવડે શકે અન્યથા નહિ એમ ભારપૂર્વક કહે છે.
अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका । तृणैर्गुणत्वमापन्नध्यन्ते मत्तदन्तिनः ॥
તણખલા જેવી તુચ્છ ગણાતી વસ્તુઓને એકઠી કરી મદોન્મત્ત હાથીઓ પણ બાંધી શકાય છે. એ પ્રસિદ્ધ ઉદાહરણને કેણ ખોટું પાડી શકે એમ છે? તેમ ભિન્નભિન્ન વ્યક્તિઓનું છિન્નભિન્ન થયેલું બળ જે એકત્રિત કરી સંઘબળરૂપે પરિણત કરવામાં આવે તે અસંભવ જેવું જણાતું કાર્ય પણ સરળ રીતે સફળ થઈ શકે છે એની ના પણ કાણું પાડી શકે એમ છે? સંઘશક્તિ શું નથી કરી શકતી ?
જ્યારે નિર્જીવ વસ્તુઓનું સંગઠન અજબ ગજબનું કામ કરી બતાવે છે તે પછી વિવેકબુદ્ધિને ધારણ કરનાર માનવસમાજની સંઘશક્તિનું તે શું પૂછવું ? - માનવતાના વિકાસ માટે સંઘશાસન હોવું જરૂરનું છે. ભગવાન મહાવીરે જગતમાત્રના કલ્યાણની દૃષ્ટિએ સંધશાસનનું જબરું કામ હાથ ધર્યું. તે વખતે સંધશાસન શિથિલ થઈ ગયું હતું. બ્રાહ્મણે અને બૌદ્ધોમાં સંધશાસનની વ્યવસ્થામાં ઘણી અપૂર્ણતા હતી. કેઈ સ્ત્રી વા ને પિતાના સંધશાસનમાં સ્વીકારતે નહિ. એટલું જ નહિ પણ તેમને ધર્મકૃત્ય જેવા પવિત્રકાર્યમાં પણ અધિકાર આપતી નહિ. તે વખતની આવી એકાંગી સંઘજનાથી માનવજાતિને વિકાસ