________________
(૭) સંઘધર્મ [ સંઘ-ધm ]
सुखा संघस्स सामग्गी, समग्गानं तपो सुखो।
અર્થાત- સંઘની સામગ્રી (સં૫) સુખકારક છે અને સંપથી રહેનારા શ્રાવકશ્રાવિકા, સાધુસાધ્વી સમસ્ત સંઘનું તપશ્ચરણ પણ સુખકારક છે. પુનિપાત
જૈનધર્મ અને સંધધર્મને પરસ્પરને સંબંધ અભિન્ન છે. જૈનધર્મમહેલને જીવનસ્તંભ એ સંઘધર્મ છે. ધર્મ વિના જેમ ધર્મ ટકી શકતું નથી તેમ સંધધર્મ વિના જૈનધર્મ ટકી શકે નહિ. જીવનરથનાં સ્ત્રી અને પુરુષ એ બે ચક્રો છે. બન્નેમાંથી એક પણ ચક્ર નાનું મોટું, અસમાન કે ભાગેલુતૂટેલું હોય તે જીવનરથની ગતિ આગળ ચાલી ન શકે, તેમ ધર્મરથનાં સાધુસાધ્વી અને શ્રાવકશ્રાવિકા એ બને ધર્મચકે છે. ભગવાન મહાવીરે ધર્મરથને જ્ઞાન અને ચારિત્રરૂપ બે બળવાન બળદ જોડી, કુશળ ધસારથિ બની ધર્મચક્રોનું તીર્થ પ્રવર્તન કર્યું. અને ધર્મચક્રના એ તીર્થપ્રવર્તનદ્વારા ભગવાન મહાવીર