________________
ગણધર્મ
૫૫
અને છતાં જ્યારે કેણિકને અન્યાયને પક્ષ ન છોડતા યુદ્ધ માટે તૈયારી કરતે જે ત્યારે તેઓએ વિવશ થઈને સત્યધર્મ અને ન્યાયધર્મના પક્ષનું સમર્થન કર્યું, અને શરણાગતની અને ગણધર્મની રક્ષા માટે યુદ્ધ કર્યું.
ચેટક રાજા નવમલી અને નવલિચ્છી જાતિના અઢારે રાજાઓ સમદષ્ટિ હતા અને મહારાજા કેણિક પણ જોકે પહેલાં ભગવાન મહાવીરને ભકત હતો પણ આ વખતે તે તેણે અન્યાયને પક્ષ લીધે હતે.
એક મનુષ્ય જે દુષ્ટ ભાવથી પ્રેરિત થઈને એક કરીને પણ વધ કરે છે તે તે પાપી ” કહેવાય છે. પણ એક ચક્રવત મહારાજા જે અન્યાય, અત્યાચારનો પ્રતિકાર કરવા માટે પોતાની ચતુરંગી સેનાને યુદ્ધ માટે તૈયાર કરાવે છે તો પણ તે અપરાધી કહેવાતું નથી. તેનું પ્રધાન કારણ એ છે કે તે સમ્રાટ સ્વાર્થ સાધવા માટે કે દુષ્ટ ભાવથી પ્રેરાઈને નહિ પણ અન્યાય, અત્યાચારનો વિરોધ કરવા માટે વિવશ થઈને યુદ્ધ કરે છે.
જે અન્યાય, અત્યાચારને વિરોધ કરવા માટે કોઈ પગલું લેવામાં ન આવે તે સમસ્ત દેશમાં અન્યાય ફેલાઈ જાય અને ધર્મનું પાલન થવું પણ અસંભવ જેવું થઈ જાય. જ્યારે બીજી બાજુ કીડીને વધ કરનાર મનુષ્ય સંકલ્પજન્ય હિંસા કરી અપરાધી બને છે.
આ જ પ્રમાણે મહારાજા કેણિકે જાણી જોઈને હિંસાની પરિસ્થિતિ ઊભી કરી અને અન્યાયને પક્ષ લીધે એટલા માટે નિરપરાધીઓને મારવાનું પાપ મહારાજા કેણિકને મુખ્યતઃ લાગ્યું કહેવાય. ગણતંત્રના નાયકેએ કેવળ અન્યાય, અત્યાચારને વિરોધ કરવાની ઇચ્છાએ વિવશ થઈ યુદ્ધ કર્યું એટલા માટે આ અન્યાયપૂર્ણ હિંસા કરવાને અપરાધ ગણનાયકને નહિ પણ મહારાજા કેણિકને છે.