________________
ધર્મ અને ધર્મ નાયક ગણધર્મના સ્વરૂપ વિષે આપણે જરા ઊંડે વિચાર કરીશું તે. જણાશે કે ગણધર્મ અને આજને રાષ્ટ્રધર્મ વિભિન્ન નથી. આજની રાષ્ટ્રીયતા આપણું ગણધર્મની સુધારેલી વધારેલી નવી આવૃત્તિ જ છે. આ રાષ્ટ્રધર્મના પ્રાણરૂપ ગણધર્મને દિપાવવા માટે પ્રજાના પ્રત્યેક સભ્ય પૈર્યબળ અને આત્મભોગ કેટલા પ્રમાણમાં કેળવવાં જોઈએ તે આ ગણધર્મનું સ્વરૂપ જાણવાથી સ્પષ્ટ થશે.
ખરી રીતે ગણતંત્ર–પ્રજાતંત્ર એ આપણો પુરાતન વારસે છે. જે આપણે અન્યાયમાત્રની સામે થવા જેટલું નૈતિક બળ કેળવીએ, નજીવા મતભેદકે સ્વાર્થને તિલાંજલિ આપી રાષ્ટ્રધર્મ અને ગણધર્મનો સુયોગ સાધી તેને માટે બલિદાન આપવા તૈયાર રહીએ તે આપણા પૂર્વજોની સંપત્તિના અધિકાર છે, ઉપભોગથી આપણને કોઈ વંચિત રાખી શકે નહિ. આપણું ગણુધર્મમાં જે અમાપ બળ રહેલું છે તે બળને આપણે સદુપયોગ કરતા શીખીએ તે આપણે જેનધર્મ જગતમાં ઝળકી ઊઠે.