________________
ધર્મ અને ધર્મ નાયક
મુખ્યતઃ આ ગણતંત્ર-ગણધર્મની રક્ષા કરતાં જેટલા મનુષ્યને વધ થયો તે બધાનું મહાન પાપ મહારાજા કેણિકને લાગ્યું. કારણ કે તેણે જ અન્યાયને પક્ષ લઈ લડાઈ કરી હતી. ગણતંત્રે તે માત્ર ન્યાયને પક્ષ લીધો હતો.
આપણે પણ આરંભસમારંભને ધર્મ કહેતા નથી. પણ ધર્મની રક્ષા કરવી એ તે આવશ્યક છે ને ?
આપણે આરંભસમારંભના બહાના નીચે આજે ધર્મબુદ્ધિને નાશ કરી નાંખ્યો છે. એટલા જ માટે આજે જેનધર્મને કેટલાક સામાન્ય માણસ ડરપકધર્મ માની બેઠા છે. ચેટક રાજા અને નવમલી તથા નવલિચ્છી જાતિના અઢારે રાજાઓ ભગવાન મહાવીરના ભકત હતા, એટલું છતાં તેમણે ગણધર્મની રક્ષા કરવા અને તેની આબરૂ જાળવવા આ યુદ્ધ કર્યું. પહેલાંના મનુષ્યો એટલા બધા વિચારશીલ અને ધર્મશીલ હતા કે અન્યાયને અટકાવવા ખાતર યુદ્ધ કરવું હોય તે તે પણ સ્વીકારી લેતા હતા. પણ શરણમાં આવેલા મનુષ્યને શરણ ન આપવું અને તેને ન્યાય ન અપાવવો એને જરા પણ ઠીક સમજતા નહતા.
જે મનુષ્ય પોતાના શરણમાં આવેલાઓને ત્યાગ કરી દે છે અર્થાત્ આશ્રય આપતા નથી તેઓ કાયર છે; પણ જે વીર છે, જે મહાવીર ભગવાનના સાચા સેવક છે, જે ઉદાર અને ધર્માત્મા છે, તેઓ તે પોતાનું સર્વસ્વ આપીને પણ શરણાગતની રક્ષા અને સેવા કરે છે. - આ યુદ્ધમાં જેટલા મનુષ્યોનો વધ થયો હતો. તે મનુષ્યહત્યાનું પાપ મુખ્યતઃ મહારાજા કેણિક ઉપર એટલા માટે ઢાળવામાં આવે છે કે તેણે અન્યાયના પક્ષનું સમર્થન કરવા માટે યુદ્ધનું બીજાપણ કર્યું હતું.
ગણતંત્રના નાયકેએ મહારાજા કણિકને યુદ્ધ ન કરવા અને રાજકુમાર વિહલકુમાર સાથે અન્યાય ન કરવા ખૂબ સમજાવ્યો