________________
પર
ધર્મ અને ધર્મનાયક આ પ્રશ્ન વિષે ગંભીર વિચાર કરતાં તેને મર્મ એ સમજાય છે કે રાજા એક્લે ખમાવવા ન ગયો તેનું મુખ્ય તાત્પર્ય માત્ર એટલું જ હતું કે સપરિવાર ખમાવવા આવવામાં જનસમાજ ઉપર ધર્મને પ્રભાવ અસાધારણ પડે છે તેથી ધર્મને ઉદ્યોત અને તેની પ્રભાવના થાય છે.
કેશીશ્રમણે પરદેશી રાજાને સેના સહિત ખમાવવા આવવાને નિષેધ આ જ કારણે ન કર્યો હોય ! અને આવવાજવામાં ઘણું કીન્દ્રિયાદિ પ્રાણીઓની વિરાધના થવાની સંભાવના અદશ્ય હોવાથી કેશીશ્રમણે પરદેશી રાજાને પરિવાર અને સેના સહિત ખમાવવા આવવાને આગ્રહ ન કર્યો, તેમ આજ્ઞા પણ એવી ન આપી હોય. આ ઉપરથી એ સહેજે સમજી શકાય એમ છે કે –
કેવળ આરંભસમારંભને આપણે દેખીએ અને તેનાથી થનાર લાભ ન દેખીએ તે તે ન્યાયયુક્ત ન કહેવાય.
રાજા પરદેશી મૂર્ખ નહેતા, જ્ઞાની હતો. કદાચ માની લઈએ કે રાજાને જ્ઞાન નહેતું પણ કેશશ્રમણ તે જ્ઞાની હતા ને? જે રાજાને આ પ્રકારનું કાર્ય કરવું ઉચિત નહતું તે કેશીશ્રમણે રાજાને કેમ ન રોક્યો ?
તમને ફરી એવી શંકા થાય કે રાજા પરદેશીની વાત તો સૂત્રધર્મને લગતી છે, એટલે એ પ્રશ્ન જુદે છે. અને મહારાજા કણિકની વાત ગણધર્મને લગતી છે, એટલે એ પ્રશ્ન પણ દે છે. બન્ને ભિન્ન ધર્મોને એક કેટીમાં કેમ મૂકી શકાય ?
અહીં તે કેવળ હાર, હાથી પાછાં આપવામાં ન આવે તે અનેક મનુષ્યની જાનમાલની ખુવારી થશે, તે તે યુદ્ધને ઉચિત કેમ માની શકાય?
તમારે પ્રશ્ન બરાબર છે. જુઓ, જેમ રાજા પરદેશી એકલે જ ખમાવીને ચાલ્યો જાત તે સૂત્રધર્મને પ્રભાવ જનસમાજ કે સેના ઉપર પડત નહિ તેમ જ રીતે ગણધર્મીઓ ન્યાય અન્યાયને વિચાર