________________
ગણધર્મ થશે, અને અનેક માણસની જાનમાલની ખુવારી થશે. પણ જે હાર, હાથી પાછા આપી દેવામાં આવે તે ન તો સંગ્રામ થાય તેમ ન માણસની જાનમાલની ખુવારી પણ થાય. પણ અહીં તે હાર, હાથી ન મોકલીને જાણી જોઈને યુદ્ધની તૈયારી કરવામાં આવે છે. તે આ યુદ્ધ ધમ્મ કેમ ગણી શકાય ?
આ પ્રશ્ન જરા વિચારણીય છે. આ પ્રશ્નનો ઉત્તર એક શાસ્ત્રીય ઉદાહરણદ્વારા વિશેષ સ્પષ્ટ થશેઃ
રાજા પરદેશી, કેશીશ્રમણ સાથે ખૂબ ધર્મચર્ચા કરીને ખમાવ્યા વગર જવા લાગ્યા ત્યારે કેશીશ્રમણે તેમને કહ્યું કે “હે ! રાજા ! તમે મારી સાથે ઘણા લાંબા સમય સુધી ઘણી આડીઅવળી વાતો કરી અને અંતે ખમાવ્યા વિના ચાલ્યા જાઓ છે, તે શું આ સાધુની અવજ્ઞા નથી ?”
રાજા પરદેશીએ ઉત્તર આપ્યો કે હું એ વાતને સારી રીતે જાણું છું. અને મારી એ ભાવના પણ નથી કે આપને હું ખાવું નહિ ! મારો વિચાર છે કે જ્યારે હું પરિવાર સહિત સેના લઈને આવું ત્યારે આપને ખમાવું.”
અહીં આપણે વિચારવું જોઈએ કે જે રાજા એક જ ખમાવીને ચાલ્યો જાત તે જીવહિંસા ઓછી થાત અને પરિવાર અને સેના સહિત ખમાવવા આવવામાં જીવહિંસા વિશેષ થશે. તે પછી સેના અને પરિવાર સહિત ખમાવવા આવવામાં પરદેશી રાજાને શે મુખ્ય આશય હતો ?
જે પરિવાર તથા સેના સહિત ખમાવવા આવવામાં જીવહિંસા વિશેષ થવાની સંભાવના હતી તો કેશીશ્રમણે પરદેશી રાજાને “પરિવાર તથા સેના સહિત ખમાવવા આવવામાં જીવહિંસા વિશેષ થશે માટે જે તમારે ખમાવવાનો જ ભાવ છે તે તમે એકલા જ ખમાવી જાઓ. બધાને અત્રે આવવાની આવશ્યક્તા નથી” એમ કહી શા માટે રાજાને શક્યો નહિ. આ પ્રશ્નને સમાધાનકારક ઉત્તર શો હેય?