________________
ગણધર્મ રાજ્યથી જરા પણ ઊતરતી નહતી. જૈનયુગમાં નવલિચ્છી અને નવમલી જાતિનાં અઢાર ગણરાજ્યનું ગણતંત્ર ઈતિહાસપ્રસિદ્ધ છે. આ અઢાર ગણરાજ્યનું ગણતંત્ર સબળોઠારા પીડાતી પ્રજાને પીડાથી મુક્ત કરાવવા માટે અને તેમને સુખશાનિ પહોંચાડવા માટે તન, મન અને ધનને પણ વ્યય કરી સહાયતા પહોંચાડવામાં ગૌરવ માનતું.
આ ગણતંત્રની પદ્ધતિમાં ગણધર્મ પાળવા જતાં પ્રજાસમૂહને કેટલું સહન કરવું પડતું તેને ઈતિહાસપ્રસિદ્ધ ઉલ્લેખ આપણા જૈનશાસ્ત્રમાંથી મળી આવે છે?
કહે છે કે પિતાના મોટાભાઈ કણિકને મગધનું મહારાજ્ય મળવાથી વિહલકુમાર પિતાના માતામહ રાજા ચેટક પાસે આવીને રહ્યો. મગધરાજ કેણિકે વૈશાલીમાં જઈ રહેલા વિહલકુમાર પાસેથી હસ્તિ તથા હાર માંગ્યાં. રાજા કેણિકને આ હાથી તથા હાર માંગવાને કંઈ હક્ક નહે. કણિકને જેમ મગધની રાજગાદી મળી હતી તેમ બીજા ભાઈઓને પિતપોતાના ભાગ મળ્યા હતા. પણ કણિકને પિતાની સત્તા અને બળને મદ હતે. વિહલકુમાર જ્યાં આવી રહ્યો હતો ત્યાં ગણતંત્રની સહાયથી કારભાર ચાલતા. વૈશાલીના ગણતંત્રના સંચાલક રાજા ચેટક હતા. તેમણે આ હકીક્ત જાણું તુરત ગણુના અઢાર રાજાઓને એકત્રિત કરી, કાણિક કેવા પ્રકારને અન્યાય, અત્યાચાર કરી રહ્યો છે અને ગણતંત્રના જવાબદાર પુરુષોએ તેને સામને શા સારુ કરે જોઈએ તે બધું સ્પષ્ટતાપૂર્વક સમજાવ્યું. સંક્ષેપમાં તેમણે કહ્યું કે
જે રીતે વિહલકુમારના બીજા અગિયાર ભાઈઓને રાજ્યમાંથી ભાગ મળે છે તે જ પ્રમાણે વિહલકુમારને તેનાં માતાપિતા તરફથી આ હાર તથા હાથી મળ્યાં છે. એની ઉપર મગધરાજ કેણિકને કઈ પ્રકારને હક્ક નથી. કેણિક અન્યાયથી, સત્તાના અભિમાનથી વિહલકુમારને દબાવવા માગે છે.”
ગણતંત્રના અઢારે રાજાઓએ કેણિકના આ અત્યાચાર–અન્યાયની * જુઓ: શ્રી નિયાવલિસૂત્ર તથા ભગવતરિત્ર.