________________
ગણધર્મ કર્યા વિના કેવળ યુદ્ધની ભયંકરતાને વિચાર કરી મહારાજા કેણિકને હાર, હાથી પાછાં આપી દે અને આશ્રયે આવેલા વિહલકુમારને સહાયતા ન આપે, તે ગણધર્મને પ્રભાવ પ્રજાજને ઉપર પડે નહિ; પણ ઊલટું પ્રજાજને આવા ગણધર્મને ડરપકધર્મ કહે કે વીરધર્મ ? પ્રજાજનો પાસેથી આ પ્રશ્નનો જવાબ માંગવામાં આવે તે એકઅવાજે એ જ જવાબ મળશે કે એ ડરપેક ગણધર્મ શા કામને ?
આ પ્રમાણે હાર, હાથી પાછાં આપી દેવાથી ગણધર્મ જોખમમાં આવી પડે તો સંઘધર્મની રક્ષા થાય કે નાશ?
એ કહેવાની જરૂર નથી કે ગણુધર્મની રક્ષામાં સંધધર્મની રક્ષા અને ગણધર્મના નાશમાં સંઘધર્મને નાશ રહેલો છે.
“જ્યાં સુધી પિતાના માથા ઉપર આવી પડ્યું નહિ ત્યાં સુધી ગણધર્મને સ્વાંગ રચે, અને જ્યારે ગણધર્મને કાર્યમાં પરિણત કરવાને કટેક્ટીને સમય આવ્યો ત્યારે ગણધર્મને છોડી દીધો.” આ પ્રકારને અવર્ણવાદ કેણિક રાજાને હાર, હાથી પાછાં આપવાથી જનસમાજમાં પ્રચલિત થઈ જાત. ગણધર્મના આ અવર્ણવાદથી ગણધર્મ અને રાજધર્મ કલંક્તિ થઈ જાત. જેવી રીતે રાજા પરદેશીને સેના અને પરિવાર સહિત ખમાવવા આવવામાં સમક્તિ ધર્મને લાભ થયો, તેવી જ રીતે ગણધર્મનું અને રાજધર્મનું ડરપોકપણાનું કલંક દૂર કરવાની દૃષ્ટિએ, અન્યાય, અત્યાચારના પ્રતિકારની દૃષ્ટિએ અને આશ્રયે આવેલા રાજકુમાર વિહલકુમારની રક્ષાની દૃષ્ટિએ હાર, હાથી કેણિકને પાછાં ન આપવામાં ગણધર્મની રક્ષા રહેલી હતી. અને તેને અંગે યુદ્ધ આવશ્યક થઈ પડયું હતું.
આ યુદ્ધ જેનસૂત્રોમાં “મહાશિલાકટક” તથા “રથમૂલ” સંગ્રામના નામે પ્રસિદ્ધ છે. એમાં ઘણું માણસે મરાયા. યુદ્ધમાં દૈવી મદદથી જેકે કાણિક છત્યે પણ એ બધું છતાં ગણતંત્રના ધુર ધરેએ ભારે જોખમ ખેડીને પણ પોતાના ગણતંત્રની પ્રતિષ્ઠા જાળવી.