________________
૫૦
ધર્મ અને ધર્મનાયક
સામે વિરોધ જાહેર-કર્યો. આખરે યુદ્ધ કરવું પડે તે અઢારે ગણતંત્રના રાજાઓએ સાથે મળી ચેટક રાજાને સહાય કરવાનું વચન આપ્યું. ગણતંમાં અથવા પ્રજાતંત્રની રાજ્યવ્યવસ્થામાં પ્રજાને માથે કેવી ગંભીર જવાબદારીઓ હોય છે તેની કલ્પના આથી થઈ શકશે. વિહલકુમાર એ માત્ર ચેટક રાજાને જ ભાણેજ હતા, બીજા રાજાઓને એની સાથે કરશે સંબંધ નહોત; છતાં તેમણે અન્યાયઅત્યાચારની સામે લડવાને અને વિહલકુમારના અન્યાયની પડખે આવી ઊભા રહેવાનો નિશ્ચય કર્યો.
જે પ્રજા અન્યાય, અત્યાચારની સામે પૂરેપૂરા બળથી સામને કરી શકે નહિ અથવા તે પોતાના નાના નાના સ્વાર્થોમાં જ મશગૂલ રહે તે પ્રજા આવા ગણતંત્રને માટે પિતાની યોગ્યતા સિદ્ધ કરી શકે નહિ.
' યુદ્ધની ભયંકરતા કે હિંસાને આડે ધરી આ ગણતંત્રવાહકે વિહલકુમારને ખુશીથી કેણિકની દયા ઉપર છોડી પણ શકત, પણ તેઓ સમજતા હતા કે ગણતંત્રમાં એવા લૂલો બચાવને જરા પણ સ્થાન ન જ હોય.
નાનામાં નાને અન્યાય કે અત્યાચાર ગણતંત્રમાં જે ચલાવી લેવાય તે એ ગણતંત્રના પાયા બીજી જ ક્ષણે ક્રૂજી ઊઠે. ગણધર્મના સત્યનિષ્ઠ ધુરંધરો વખત આવ્યે કેણિકના અન્યાય સામે લડી લેવા પણ તૈયાર થયા. નવમલી જાતિના અને નવલિચ્છી જાતિના અઢાર ગણરાજાઓ રાજા ચેટકની મદદે આવ્યા.
ગણતંત્રની પ્રતિષ્ઠા સાથે, એક આશ્રયે આવેલા રાજકુમારની સાથે થયેલા અન્યાયને પ્રતિકાર અને તેના હક્કનું સંરક્ષણ; એ આ યુદ્ધનાં મૂળ કારણે હતાં. તે અહીં કોઈને એવી શંકા થવી સંભવિત છે કે સત્કાર્યનું નામ ધમે છે; પરંતુ અહીં તે કેવળ હાર, હાથી ન આપવાથી ઘર સંગ્રામ