________________
વ્રતધામ
હમેશાં ઊભા થાય છે, તે આપમેળે જ દૂર થઈ જાય. એટલું જ નહિ પણ સામાયિકવ્રતના પાલનથી કેટે જઈદાવપેચ કરવાનો પ્રપંચ પણ દૂર થઈ જાય એ નિશ્ચિત છે. ધર્મશા એ પણ આધ્યાત્મિક પેનલ કેડ છે. ધર્મસૂત્રના ધાર્મિક, નૈતિક, આધ્યાત્મિક કાયદાકાનને એવા સુંદર અને ન્યાયપૂર્ણ છે કે આપણે જે નિર્દોષભાવે એ ધર્મકાયદાએને અનુસરીએ તે દેશ, સમાજ કે કુટુંબમાં પેસી ગયેલે પરસ્પરને વૈરભાવ સ્વતઃ શાન્ત થઈ જાય. પણ ધર્મશાસ્ત્રોના કાયદાકાનનું પાલન કરવું સામાન્ય જનતા માટે સરલ નથી. જે સુવતીઓ હાય છે, જેમને આત્મા ધર્મના રંગથી રંગાયેલો હોય છે એવા ધર્મવીરે જ ધર્મવ્રતનું પાલન બરાબર કરી શકે છે
જે મનુષ્ય સાચે વ્રતધારી છે, સદ્ધમાં છે તે મનુષ્ય પ્રાણને નાશ થાય તે પણ ધર્મને નાશ થવા દેતા નથી.
સુદર્શન શ્રાવકનું દૃષ્ટાન્ત આપણને ધર્મનું દઢ પાલન કેવી રીતે થાય છે તેને આછો પરિચય આપે છે.
સુદર્શન શ્રાવકે શૂળી ઉપર ચડી જઈ પ્રસન્નતાપૂર્વક પ્રાણાર્પણ કરવાનું કબૂલ્યું પણ અભયા રાણીની પ્રાર્થનાને સ્વીકાર ન કર્યો. શું તેને પિતાના પ્રાણ પ્રિય નહોત? આપણે એને જવાબ આપીએ તે પહેલાં સુદર્શન શેઠને આત્મા બોલી ઊઠશે કે –“મને મારે પ્રાણ પ્રિય હતું, પણ મારા પ્રાણપ્રિય ધર્મ તેથી પણ વિશેષ પ્રિય હતા. મારે અંતરાત્મા ધર્મરક્ષા માટે પ્રાણુર્પણ કરવાનો આદેશ આપતે હતે.”
આવું જ એક બીજું શાસ્ત્રીય ઉદાહરણ વ્રત પાલનની કઠિનતા અને મહત્તા સમજાવે છે.
વરુણ નામને બારવ્રતધારી શ્રાવક એક રાજ્યાધિકારી હતા. તે વ્રત પાલનની સાથે રાજ્યાધિકાર ચલાવતો હતો.
એક વખત પરદેશી રાજાએ તેના રાજા ઉપર અચાનક હુમલે