________________
ધર્મ અને ધર્મનાયક પાપમાર્ગ છે. આ માન્યતા ડી બ્રમણ પેદા કરનારી છે. જે લેકેની એવી માન્યતા છે તેમને પૂછવું જોઈએ કે સત્યવૃત્તિદ્વારા કુળના આદર્શને ઉન્નત બનાવે એ પણ પાપ છે? જે કુળને આદર્શ ઉન્નત બનાવે એ પાપમય પ્રવૃત્તિ કહેવાતી હોય તે કુળને અધેગતિમાં ઉતારવે એ શું ધર્યું છે?
લૌકિક કુળધર્મનું બરાબર પાલન કરવું સરલ નથી. કુલીનતાની પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરવાની જરૂર રહે છે. સાચે કુળધર્મી ભલે પ્રાણુ ચાલ્યો જાય, પરંતુ પૂર્વજોને ચાલ્યો આવતો સદ્વ્યવહાર છોડી શકતો નથી. ભલે ખાવા ન જ મળે, પણ અન્નના દાણું માટે ચેરી કે અસત્ય આદિ દેનું આચરણ કરવું તે કુળધમીને વજપાત સમાન દુઃખ લાગે છે.
રાણા પ્રતાપે કેવળ કુળધર્મની ટેક જાળવવા માટે અને કુળધર્મની રક્ષા માટે સ્વેચ્છાએ દુખપરંપરા સ્વીકારી લીધી પણ તેણે પિતાના હાથે કુળધર્મની સ્વતંત્રતા ન વેચી. માણસની કુલીનતાની
સોટી દુઃખના પ્રસંગે જ થાય છે. જે દુઃખમાં પણ પિતાની કલીનતા જાળવી રાખી શકે છે તે જ મનુષ્ય કુળધર્મનું પાલન કરી કુલીન બની શકે છે.
અત્યારે ઉચ્ચ કુળમાં જન્મવા માત્રથી જ કુલીનતા આવી જતી હેય એવી માન્યતા પ્રચલિત થઈ પડી છે. પણ ખરી રીતે ઉચ્ચ કુળમાં જન્મવા માત્રથી કુલીનતા આવતી નથી. પણ કુલીનતા મેળવવા માટે મનુષ્ય પિતાએ સત્કાર્યોદ્વારા કુલીન બનવું પડે છે. - ભગવાન મહાવીરે જાતિવાદને બદલે ગુણવાદને વધારે મહત્વ આપ્યું છે. કઈ પણ મનુષ્ય ઉચ્ચ કુળમાં જન્મવા માત્રથી ઉચ્ચ થઈ - ૧ જાતિવાદ અને ગુણવાદ વચ્ચે હમેશાં જગજનું હાડવૈર રહ્યું છે. જાતિવાદને નાબૂદ કરવા ગુણવાદે અને ગુણવાદને નાબૂદ કરવા જાતિવાદે પરસ્પર અનેક બળ અજમાવ્યાં છે. પણ માનવશક્તિ આગળ પાશવિક શકિત હમેશાં અન્ને પરાસ્ત થઈ છે. ગુણવાદના પ્રચાર માટે ભગવાન