________________
ધર્મ અને ધર્મ નાયક સંદેશને સાંભળી, સમજી શકીશું તે દેશમાં ઉચ્ચ, નીચ, સ્પૃશ્યાસ્પૃશ્યને જે જટિલ પ્રશ્ન ઊભો થયો છે તેને ઉકેલ સારી રીતે થઈ જશે.
આજે આપણે “કુલીનતા ને ભૂલી જઈ “કુળ” શબ્દને વળગી ઉચ્ચનીચની વ્યાખ્યા કરીએ છીએ, અને તેથી જ દેશ અને સમાજમાં મેટે ગોટાળો ઊભો થવા પામ્યો છે. જે દિવસે આપણે કુલીનતાના ત્રાજવે ઉચ્ચનીચને તળીશું તે દિવસે આપણું બધી ભ્રમણું ભાંગી જશે.
કુલીનતા એ ધર્મસાધનાનું એક અંગ છે. જ્યાં સુધી મનુષ્ય કુળધર્મનું બરાબર પાલન કરી કુલીન ન બને ત્યાં સુધી તે સૂત્રચારિત્રધર્મ અને આત્મિક ધર્મ” નું આચરણ કરવા સમર્થ થઈ શકતે નથી. સૂત્ર-ચારિત્રધર્મને આધાર કુળધર્મ છે. જે કુળધર્મ નષ્ટ થઈ જાય છે તે આત્મિક ધર્મ કેવી રીતે પાળી શકે ?
કેટલાક લેકે એવી દલીલ કરે છે કે કુળધર્મ તો સાંસારિક ધર્મની શિક્ષાદીક્ષા દે છે તો એ ધર્મ, ધર્મ કેમ કહી શકાય ? આ દલીલ ભ્રામક છે. દલીલ કરનારે જાણવું જોઈએ કે કુળધર્મ જેમ લૌકિક ધર્મની શિક્ષા આપે છે, તેમ લોકોત્તર ધર્મની પણ શિક્ષા આપે છે. વળી કોત્તર ધર્મને આધાર લૌકિક ધર્મ ઉપર રહે છે. એટલા માટે જે લૌકિક ધર્મ વ્યવસ્થિત રીતે ન ચાલે તે લોકોત્તર ધર્મ પણ જોખમમાં આવી પડે. એટલા માટે લૌકિક ધર્મ અને લેકેત્તર ધર્મને સમન્વય ભગવાન મહાવીરે કર્યો છે. શ્રાવકશ્રાવિકા એ લૌકિક ધર્મના પ્રતિનિધિ છે અને સાધુસાધ્વી લકત્તર ધર્મના પ્રતિનિધિ છે. શ્રી ચતુર્વિધ સંધના આ ચાર પ્રતિનિધિઓ જે પરસ્પર સલાહસંપથી સમન્વય ન રાખે તો જૈનધર્મ જોખમમાં આવી પડે. ભગવાન મહાવીરે જે સંઘશાસનની પેજના કરી છે તે યોજના એવી તે અભૂતપૂર્વ છે કે એ સંઘશાસનની યોજનાદ્વારા આજે જિનશાસન નિર્વિધનરૂપે પ્રવર્તી રહ્યું છે.