________________
૩૪
ધર્મ અને ધર્મ નાયક મુખે પ્રાણની ભેટ સમાજ વા દેશને ચરણે ધરવી એવું સુવતીએનું કઠેર વ્રત હોય છે.
પણ આજના કહેવાતા વ્રતધારીઓની મનોદશા તે તદ્દન ઊલટી જણાય છે. આજે તે એક રાતી પાઈ માટે, પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે સત્યને અસત્ય, ન્યાયને અન્યાય, ધર્મને અધર્મ કહેતા પણ આજના નામધારી વ્રતધારીઓ અચકાતા નથી. પણ એ લેકેએ એટલું જાણું લેવું જરૂરી છે કે ભલે તેઓ નામથી વ્રતધારી કહેવાતા હેય પણ ગુણથી વ્રતધારી બનવું તે તરવારની ધાર ઉપર ચાલવા જેવું છે.
અત્યારે ધર્માધર્મને વિવેક ભૂલી જવાથી જનસમાજમાં એવી બેટી માન્યતા પ્રચલિત થઈ ગઈ છે કે “સામાયિકમાં જેટલો સમય બેસીએ તેટલે સમય ધર્મ થાય છે. પછી ભલે દુકાન ઉપર તે બધું પાપ જ કરવાનું હોય છે.” આ માન્યતા ખોટી છે. કેવળ સામાયિકમાં બેસી જવાથી ધર્મ થતું નથી. આપણું રાતદિનની શુભાશુભ પ્રવૃત્તિ ઉપરથી પાપપુણ્યને સરવાળો નીકળે છે. ઘણી વખત તે સામાયિક જેવા ધર્મકૃત્યમાં ચાડચૂગલી, લેકનિંદા, ક્રોધ આદિ દુષ્ટ મનોવૃત્તિનું સેવન કરવાથી પુણ્યોપાર્જન કરવાને બદલે પાપના ભાગી બનીએ છીએ. સામાયિક એ તે સમભાવ કેળવવાનું એક અમેઘ ધર્મસાધન છે. સમભાવ કેળવવાને બદલે જે સામાયિકમાં લેકનિંદા, ચાડીચૂગલી આદિદ્વારા વિભાવ, રાગદ્વેષનો મેલ એકઠા કરીએ તે સામાયિકવ્રતનું પાલન થતું નથી અને વ્રત પાલન બરાબર ન થવાને કારણે સામાયિકવ્રતનું પરિણામ શુભ આવવાને બદલે ઘણીવાર અશુભ આવે છે. વ્રતધારીઓને તે સામાયિકવત સમભાવને પોષનારું અને આત્મોન્નતિ સાધનારું હોય તે જ શોભે. સામાયિકવ્રતને દુરુપયેગ કરવાને બદલે જે તેને સદુપયોગ કરવામાં આવે તે આપણું ઘરના, સમાજના, અને દેશના અનેક કલેશ કંકાસ