________________
કુળધર્મ
[ ઢળે ]
'वसे गुरुकुले णिञ्च આજે આપણે “કુલીનતા-કુળધર્મ ને ભૂલી જઈ “કુળ” શબ્દને વળગી ઉચ્ચનીચની વ્યાખ્યા કરીએ છીએ. અને તેથી જ દેશ અને સમાજમાં મોટો ગોટાળે ઊભા થવા પામ્યો છે. જે દિવસે “કુલીનતા” ના વાવે ઉચ્ચનીચના ભેદભાવને તેળીશું તે દિવસે આપણી બધી બમણું ભાંગી જશે, અને દીવા જેવું સ્પષ્ટ જણાશે કે જાતિવાદ એ સમાજની એક મેડી બદી છે અને ગુણવાદ એ સમાજને આદર્શ છે.
સંસ્કારિતા, નાગરિકતા, રાષ્ટ્રીયતા અને ધર્મશીલતાના પારસ્પરિક સંબંધ વિષે આપણે વિચાર કર્યો. હવે આપણે અત્રે એ વિચાર કરવાને છે કે આ સગુણે માનવસમાજમાં કેવી રીતે અને ક્યાંથી પ્રગટે છે? જરા ઊંડે વિચાર કરવાથી આપણને સ્પષ્ટ જણાશે કે ઉપર્યુંકત સલૂણેનું ઉદ્દભવસ્થાન ગૃહસંસ્કાર છે. માતાપિતાના સદ્વ્યવહારથી ગૃહસંસ્કાર કેળવાય છે. એ જ ગૃહસંસ્કારે