________________
ધર્મ અને નાયક
tr
“ મા, હું જે કહું છું તે ખરાખર વિચારીને ખેાલું છું. ઊલટું આપ ભીંત ભૂલી રહ્યાં છે! એમ મને લાગે છે.”
૩૮
ગુલનાર ખેગમને આ હુયવેધી વચને જાણે તીક્ષ્ણ ખાણું શરીરમાં ભેાંકાતાં હાય તેવાં લાગ્યાં. તે નાગણની જેમ તાડુકી ઊઠી કેઃ—“ મારા વચનની અવગણના કરનારની શી દશા થાય છે તે તું જાણે છે ? મારા વચનને ઉથાપનારને આ તાતી તલવારને શરણે જવું પડે છે, એ તું ખરાખર સમજી લે, અને અંતિમ જે કાંઈ નિર્ણય કરવા હાય તે નિય કરી લે. એક તરફ આ રત્નજડિત દિલ્હીનું સિહાસન છે અને ખીજી તરફ આ તાતી તલવાર. ખેલ ! તારા શે વિચાર છે ? સામે જો પેલા મારા પુત્ર કામબખ્ત તલવાર લઈને ઊભા છે, આના આપું એટલી વાર છે. ખેલ—”
ગુલનાર બેગમ આગળ ખેલવા જાય તે પહેલાં દુર્ગાદાસ સિંહની જેમ નિ ય થઈ ગાજી ઊઠયોઃ—“ મા ! તારા મેઢેથી આવા શબ્દો હું મારા કાને સાંભળી શકતા નથી. મારા પ્રાણ અત્યારે સદાચારની રક્ષા માટે બલિવેદી ઉપર ચડવા તલપી રહ્યો છે. મને પ્રાણની પરવા નથી, મને તેા સદાચારની પરવા છે. મને પ્રાણ કરતાં સદાચાર વધારે પ્રિય છે.
""
દુર્ગાદાસના આ સદાચારધર્મ આપણને
મેધપાઠ આપે છે ? સદાચારનું સેવન કરી. સદાચારધર્મ જ તમારા સુખદુઃખમાં સાચેા મિત્ર છે. એ સાચા મિત્રની જે દિવસે તમે અવગણના કરશે તે દિવસથી તમારા ધાર્મિક જીવનનેા અધઃપાત શરૂ થઈ ગયા છે, એમ નક્કી માનજો.
જો તમે તમારુ મનુષ્યજીવન સફળ કરવા ચાહે છે, તે વ્રતપાલનમાં દૃઢ રહેજો. જે વ્રતની પ્રતિજ્ઞા લેા તે પ્રતિજ્ઞાને વળગી રહેજો અને તેને પૂર્ણ કરવાના હંમેશાં સતત પ્રયત્ન કરતા રહેજો. ઘણા લાંકાની એવી માન્યતા છે કે વ્રતની પ્રતિજ્ઞા લેવાની શી