________________
૩૭
વ્રતધર્મ અર્થાત–ધર્મને આપણે નાશ કરીશું તે ધર્મ આપણે નાશ કરશે, અને ધર્મની આપણે રક્ષા કરીશું તે ધર્મ આપણુ રક્ષા કરશે. આ ધર્મસૂત્ર અક્ષરશ: સત્ય છે.
એક ઈતિહાસપ્રસિદ્ધ દષ્ટાન દ્વારા ધર્મપાલન કરવું કેટલું કઠણ છે તે સમજાવું
જોધપુરના રાઠોડ દુર્ગાદાસનું નામ તમે સાંભળ્યું હશે. એ એક રાજપૂત નરવીર હતો. દહધમી અને સ્વામીભક્ત સેવક હતે.
એક વખત રાઠોડ દુર્ગાદાસ બાદશાહ ઔરંગઝેબના પંજામાં સપડાયે. ત્યાં બાદશાહની બેગમ ગુલનાર આ નરવીરનું એજન્મ જોઈ મંત્રમુગ્ધ બની ગઈ. તે દુર્ગાદાસની પાસે આવી પિતાને અપનાવવા પ્રાર્થના કરવા લાગી, એટલું જ નહિ પણ અનેક પ્રકારનાં પ્રલેભને બતાવવા લાગી કે –“હે નરવીર! તું મારી પ્રાર્થનાને સ્વીકાર કરે તો આજે જ આ બાદશાહને મારી તને દિલ્હીને સમ્રાટ બનાવું.” | દુર્ગાદાસ બેગમની પ્રાર્થના સાંભળી અવાક થઈ ઊભો રહ્યો. તે વિચારમાં પડી ગયો કે બેગમ આ શું કહી રહી છે ! તે તો દઢધમ હતો. નરવીર હતા. તેણે એટલું જ કહ્યું કે “મા ! તું આ શું બેલે છે! તું તે મારી માતા છે.”
બેગમ ‘મા’ શબ્દ સાંભળતાં લાલચોળ થઈ ગઈ અને કહેવા લાગીઃ “દુર્ગાદાસ! “મા” શબ્દ બોલતાં જરા વિચાર કર. ફરીવાર વિચાર કરે. વગરવિચાર્યું કશું બેલ નહિ.” | દુર્ગાદાસ તે મૂંગે મોઢે બધું સાંભળતે ગયો. પોતે જે કહી રહ્યો છે તે બરાબર વિચાર કરીને બેસી રહ્યો છે, એ વિષે તેને પૂરેપૂરો વિશ્વાસ હતે. પિતે નિર્ભય હતું. તેને કોઈને ડર નહોતો. પ્રાણુનાશને પણ ભય નહેતો. કેવળ એક પાપને ડર હતો. તેણે નિક થઈ બેગમને જવાબ આપે ( ૧ શ્રી. જેિન્દ્ર રિચકૃત દુર્ગાદાસ.'