________________
વ્રતધર્મ અર્થાત–આપત્તિ, વિપત્તિ પડવા છતાં પણ પોતાનું મસ્તક ઊંચું રાખવું મહાન પુરુષોનાં પગલે ચાલવું, ન્યાયપાર્જિત આજીવિકામાં પ્રેમ રાખવો, પ્રાણનાશ થાય તે પણ પાપકર્મમાં પ્રવૃત્તિ ન કરવી, દુર્જને પાસે કઈ પણ ચીજની યાચના ન કરવી, નિર્ધન મિત્રો પાસે હાથ ન લંબાવ–સજ્જનેને આવું કઠિન અસિધારાવત કેણે શીખવ્યું? પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે કે સજજનેમાં આ સગુણ સ્વાભાવિક જ હોય છે.
જ્યારે ગ્રામધર્મ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મ એ ત્રણે ધર્મોનું સમુચિત પાલન થાય છે ત્યારે વ્રતરૂપ પાખંડધર્મને ઉદય સ્વતઃ થાય છે. અને આ પાખંડધર્મના ઉદયથી ધર્મશીલ મનુષ્યમાં રહેલી શક્તિ અને સ્કૃતિ વિકસિત થાય છે. શકિત અને સ્કૂર્તિના વિકાસથી ધર્મ શીલ વ્યક્તિ કઠિન વ્રતધર્મનું પણ પાલન બરાબર કરી શકે છે અને ધર્મપ્રિયતાને પરિચય આપી ધર્મને ઉચ્ચ આદર્શ જનસમાજ સમક્ષ રજૂ કરી શકે છે. આ વ્રતધારીઓ કષ્ટ અને સંકટોમાં મેરુપર્વતની માફક નિષ્કપ અને ધીરવીર રહે છે. પ્રાણ ભલે જાય પણ ધર્મને નાશ ન થાય એવી દઢ પ્રતિજ્ઞા કરનાર અને તેનું બરાબર પાલન કરનાર મનુષ્ય સાચા વ્રતધારીઓ છે. આવા સુવતીઓના સદાચારબળથી દેશ, સમાજ અને ધર્મ હમેશાં સમુન્નત બને છે.
મહાપુરુષોએ ધર્મની જે સીમા બાંધી છે એ ધર્મસીમાનું, સંકટ સહેવા છતાં પણ ઉલ્લંઘન ન કરવું એ વ્રતધારીઓનું મહાવ્રત છે.
ન્યાયવૃત્તિ રાખવી, પ્રામાણિક બનવું એ સુવતીઓને મુદ્રાલેખ હોય છે. એ મુદ્રાલેખને પ્રાણથી વધારે પ્રિય ગણે છે. સુવતી અન્યાય સામે જેહાદ જગાવે છે. તે પોતે અન્યાય આદરતા નથી અને બીજા સામે અન્યાય થતે જોઈ તે મૂંગે બેસી રહેતું નથી. ન્યાયના પાલન અને અન્યાયના પ્રતિકાર માટે પોતાના પ્રાણની આહુતિ પણ આપી દે છે. ન્યાયની ખાતર પ્રાણાર્પણ કરવાને વખત આવે તે હસતે