________________
વ્રતધર્મ
૩૧ પાખંડ શબ્દનો ઉલ્લેખ વધારી' એ અર્થમાં કરાએલે જોવામાં આવે છે – पव्वइए अणगारे, पासण्डे, चरग तावसे भिकखू । परिवाइए य समणे निग्गंथे संजए मुक्के ॥
અર્થાત–શ્રમણ-સાધુ, પ્રવજિત, અનગાર, પાખંડી, ચરક, તાપસ, ભિક્ષુ, પરિવ્રાજક, નિન્ય, સંયત, મુક્ત, આદિ અનેક શબ્દોથી સંબોધાય છે.
આ પ્રમાણે સ્થાનાંગ, પ્રશ્નવ્યાકરણ, દશવૈકાલિકસૂત્ર આદિ સૂમાં “પાખંડ” શબ્દ વ્રત અર્થમાં વપરાયેલે સ્પષ્ટ જોવામાં આવે છે.
પાખંડ એટલે વ્રત. વ્રત પાપથી રક્ષા કરે છે અને સાથે પાપનું ખંડન કરે છે. એટલા માટે આટલે વતાચાર જેનામાં હોય તે પાખંડી કે વ્રતધારી કહેવાય છે. પાખંડ ધર્મ અને દંભ બને અર્થમાં વપરાય છે. પણ અહીં તે પાખંડ શબ્દ ધર્મના અર્થમાં વપરાયેલું છે. આ પાખંડધર્મ ગ્રામ, નગર અને રાષ્ટ્રમાં ફેલાતા દંભને–અધર્મને રોકે છે અને ધર્મને પ્રચાર કરે છે. જે આ પાખંડધર્મ ધર્મ પ્રચારને બદલે અધર્મ ફેલાવે તે શું તેને પાખંડધર્મ કહી શકાય ખરો? પાખંડધર્મ તે ધર્મની રક્ષા અને અધર્મનો નાશ કરે છે. એટલા માટે પાખંડ એ દંભ નહિ પણ ધર્મવતનો ઘાતક શબ્દ છે.
અહીં પાખંડ શબ્દને અર્થ પાપ કે દંભ નહિ પણ લૌકિક તથા લેકેત્તર વ્રતનું પાલન થાય છે. સાધુ અવસ્થામાં જેમ વ્રતનું પાલન થાય છે તેમ ગૃહસ્થાવસ્થામાં રહીને પણ વ્રતનું પાલન થઈ શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
'गिहीवासे वि सुव्वया'-उत्तराध्ययनसूत्र
१ टीकाः-अनेकपाखण्डिपरिगृहितं नानाविधव्रतिभिरङ्गीकृतं ।
.