________________
વ્રતધમ
૨૯
ગૃહસ્થનાં આવશ્યક કબ્યામાં પ્રતિક્રમણ પણ આવશ્યક કર્તવ્ય છે. સમ્યગ્દર્શીન, સમ્યગ્દાન તથા સભ્યચારિત્ર વિષે જે અતિચારા લાગ્યા હાય તેનું પ્રતિક્રમણ અર્થાત્ પાપાનું પ્રાયશ્ચિત્ત વા આલાચન કરવામાં આવે છે.
સમ્યગ્દર્શન અર્થાત્ સમ્યક્ શ્રદ્ધાનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સાપરપાખંડપ્રેશ’સા, પરપાખડસસ્તવ આદિ પાંચ અતિચારો લાગે છે. આ પાંચ અતિચારામાં આવેલા છેલ્લા બે અતિચારા—પરપાખ’પ્રશંસા અને પરપાખંડસ‘સ્તવ——અત્રે ખાસ વિચારણીય છે.
પાખડના અર્થ જો કેવળ દંભ કે કપટ જ કરવામાં આવે તે તે શબ્દની પહેલાં ‘પર’ શબ્દના પ્રયાગ કરવાની શી આવશ્યકતા હતી ? કારણ કે જેવા પરપાખંડ ખરાબ છે તેવી જ રીતે સ્વ-પાખંડ પણ ખરાબ હેાવા જોઈ એ. તા પછી ‘ પર ’ શબ્દના શા માટે પ્રયાગ કરવામાં આવ્યા ?
ટીકાકારીએ એ શબ્દને ખરાબ અમાં મૂકીને વગેાવ્યા છે; પેાતાની સંકુચિત દાષ્ટને સાબિત કરી છે, પણ એથી શું ?
આપણે જે કાળમાં છીએ, તેમાં મનુષ્યમાત્રમાં ભાતૃભાવ સાધીને જ અહિંસાને ફેલાવી શકીએ છીએ. કેાઈના મતની નિન્દા અને મિથ્યાત્વી કહેવાથી હિંસા જ થાય છે; એ ખરાખર વિચારવું ઘટે.
વળી સ્યાદ્વાદની દૃષ્ટિએ વિચારતાં આપણા કે બીજા કાઈને જે કાઈ મત હોય તે અધૂરા છે, તે એક અધૂરો પેાતાને જ સાચા માનીને ખીન અધૂરાની નિન્દા કરે એ કયાં સુધી યુક્તિયુક્ત કહેવાય ?
કેટલીકવાર આગ્રહટષ્ટિને લીધે મનુષ્ય શબ્દના મૂળભાવ સુધી પહેાંચી શકતા જ નથી, અને તેથી જ ધર્મના નામે અનેક કલહેા થયાં છે, થાય છે અને થશે.
( આ ટિપ્પણ શ્રદ્ધેય ૫. બેચરદાસ જીવરાજ દોશીએ શ્રીયુત દુર્લભજીભાઈ ઝવેરી ઉપર લખેલા એક પત્રમાંથી સાભાર અત્રે ઉતારવામાં આવેલ છે—અનુવાદક)