________________
ધર્મ અને ધનાયક ' અર્થાત –ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જે સુવ્રતનું પાલન કરે છે તે સુવતી કહેવાય છે?
વૈર્ય, ક્ષમા, સદ્દભાવ આદિ સદ્દગુણોનું સેવન કરવું તે પણ એક પ્રકારનું સુવ્રત છે. કહ્યું પણ છે–
“વૃતપુરા સુવા” જે સજન–સપુરુષ વૈર્ય આદિ સદ્દગુણેનું સેવન કરે છે તે સુવતી કહેવાય છે.
ભલે વિપત્તિઓનાં વાદળાં તૂટી પડે, ખાવાપીવાના ફાંફાં હોય, છતાં પણ જે પિતાની ઉદાર પ્રકૃતિને સાચવી, સદાચારને તિલાંજલિ આપતું નથી તે સાચો સુવતી કહેવાય છે. જ્યાં સુવતીઓની સંખ્યા વધારે હોય તે ગામ, તે નગર અને તે દેશ હમેશાં સુરક્ષિત રહે છે. સુવતીઓના સદાચારબળ આગળ શત્રુઓનાં દલબલ નિર્બલ બની જાય છે.
નીતિકારોએ પણ ઠીક જ કહ્યું છે કે – प्रिया न्याय्या वृत्तिर्म लिनमसुभङ्गोऽप्यसुकरम् , असन्तो नाभ्यथ्य. हृदपि न याच्यस्तनुधनः। विपद्युच्चैः स्थेयं, पदमनुविधेयं च महतां; सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥
૧ આદર્શ ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહી ધર્મના નિયમોનું બરાબર પાલન કરવામાં આવે તો આગળ જતાં એ ત્યાગી ગૃહસ્થ આદર્શ ત્યાગીજીવન ગાળી કર્મપુત્ર કેવળીની માફક સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત બની શકે છે. ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ વહેરીને પણ ત્યાગમય જીવન ગાળવું એ સરલ નથી પણ ખાંડાની ધારે ચાલવા જેવું કપરું કામ છે. આ દૃષ્ટિબિન્દુએ પાપશ્રમણ કરતાં ત્યાગમય જીવન ગાળતા સુશ્રાવકે સુવતી હોય છે. સુશ્રાવક બનવું એ સાધુતા પ્રગટાવવાનું પહેલું પગથિયું છે.