________________
૨૦
ધર્મ અને ધર્મ નાયક આપણને જન્મ આપનાર, પાળીપોષી મોટા કરનાર આપણું માતા તે માતા છે જ, પણ પેટમાંથી પાણી કાઢી પાણ પાનાર, ઉદરમાંથી અન્ન કાઢી અન્ન આપનાર, પિતે નિર્વસ્ત્ર રહી વસ્ત્ર પહેરાવનાર તે માતાની પણ માતા તે આપણી માતૃભૂમિ છે. માતાને અને માતૃભૂમિને જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછો છે.
જનની જન્મભૂમિ સવપિ નીયરી-અર્થાત જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધારે પ્રિય છે. આ આર્ષવચન તદ્દન સત્ય છે. આ ભારતદેશ આપણે દેશ છે. આપણી માતૃભૂમિ છે. આપણે તેનાં સંતાને છીએ. માતાની આબરૂની રક્ષા કરવી એ સંતાનોની ફરજ છે.
જે કાયદાઓને લીધે, જે પરદેશી વસ્તુઓના વ્યવહારને લીધે, માતૃભૂમિની આબરૂના કાંકરા થતા હોય, રાષ્ટ્રધર્મને ધક્કો પહોંચતે હોય અને સ્વતંત્રતાનાં વેચાણ થતાં હોય તે કાયદાઓને, વિદેશી વસ્તુના વ્યવહારને, બંધ કરવાને બદલે વૈભવવિલાસનાં સાધનો વધારી તેમાં રાષ્ટ્રસંપત્તિ અને શરીરસંપત્તિને નાશ કરતા રહેવું અને એ રીતે રાષ્ટ્રનાં બંધને ઢીલા કરવાને બદલે મજબૂત કરતા જવું એમાં માતૃભૂમિ પ્રત્યે જેટલું પુત્રત્વ દાખવવું જોઈએ તેટલું પુત્રત્વ નથી તેમ મનુષ્યત્વ પણ નથી.
માતાની મુક્તિ માટે પુત્રે સ્વદેશાભિમાન, સ્વાર્પણ અને સેવાનાં સૂત્રો સ્વીકારવાં જોઈએ. - નીચેના સુવર્ણાક્ષરે તમારા હૃદયપટમાં કતરી રાખજે કે“રાષ્ટ્રની રક્ષામાં આપણું રક્ષણ છે, અને રાષ્ટ્રના ભક્ષણમાં આપણું ભક્ષણ છે.”
શાસ્ત્રનું અવલોકન કરવાથી એક ખાસ વાત સ્પષ્ટ તરી આવે છે કે “રાષ્ટ્રધર્મ વિના સૂત્ર–ચારિત્રધર્મ ટકી શકતા નથી.” આ વાતની નીચે લખેલાં જૈનશાસ્ત્રોનાં પ્રમાણથી વધારે પુષ્ટિ થાય છે?