________________
ધર્મ અને ધર્મનાયક અર્થાત–સૂત્ર–ચારિત્રધર્મને જેમણે સ્વીકાર કર્યો છે તે સાધુઓએ પણ (૧) છકાય, (૨) ગચ્છ, (૩) રાજા, (૪) ગૃહપતિ અને (૫) શરીર, એ પાંચ વસ્તુઓને આધાર લેવો પડે છે.
ઉપર લખેલા શાલેખથી એ વાત સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ઉપર લખેલી પાંચ વસ્તુઓને આધાર લીધા વિના સૂત્ર-ચારિત્રધર્મ ટકી શકતા નથી.
ઉપરના સૂત્રમાં વપરાયેલ “રાજા” શબ્દ રાજ્ય અથવા રાષ્ટ્ર શબ્દને વાચક છે. જે રાષ્ટ્રીય વ્યવસ્થા અર્થાત રાજ્યપ્રબંધ સારે ન હોય તે ચેરી, હિંસા, અત્યાચાર, અનાચાર આદિ કુકર્મો ફેલાશે અને તેથી સૂત્ર-ચારિત્રધર્મને બરાબર પાલન થઈ શકશે નહિ; કારણ કે જે લેકે પિતાની રક્ષા માટે અસ્ત્રશસ્ત્રાદિ રાખે છે તેમનું પણુ રાજ્યની સુવ્યવસ્થા વિના દુષ્ટોથી રક્ષણ થતું નથી તે સાધુઓ કે જેઓ કેઈને મારવા માટે નાની સરખી લાકડી પણ રાખતા નથી તેઓ શું રાજ્યની સુવ્યવસ્થા વિના દુષ્ટ લેકેની દુષ્ટતાને લીધે સંસારમાં શાતિપૂર્વક ધર્મપાલન કરી શકશે ? નહિ. એટલા જ માટે શાસ્ત્રકારોએ રાજાને ધર્મના રક્ષક અને પાલક કહ્યા છે. રાષ્ટ્રધર્મ સૂત્ર-ચારિત્રધર્મનું રક્ષણ કરે છે માટે શાસ્ત્રકારોએ રાષ્ટ્રધર્મની અનિવાર્ય આવશ્યકતા સ્વીકારી છે.
જે લેકે ધર્મનું એક બાજુથી રક્ષણ કરે છે અને બીજી બાજુથી ધર્મને નાશ થવા દે છે તેઓ શું ધર્મને ટકાવી શકે ખરા ? નહિ. કેવળ સૂત્ર–ચારિત્રધર્મને ધર્મ માન અને રાષ્ટ્રધર્મને ધર્મ ન માને તે મકાનને પાયે ખોદીને મકાનને કાયમ રાખવું અથવા વૃક્ષનું મૂળ ઉખેડી નાંખીને, વૃક્ષને નવપલ્લવિત બનાવવાની આશા રાખવા સમાન છે.