________________
ધર્મ અને ધર્મનાયક શાસ્ત્રમાં કહ્યું છે કે
“ચાવિચાર પ્રકાશિત થય' અર્થાત ભગવાન ઋષભદેવે પ્રજાહિતનું કાર્ય કર્યું હતું. તેઓશ્રીએ સ્થાપિત કરેલી રાજનીતિથી આજે આપણે વ્યવહાર ચાલી રહ્યો છે. ભગવાન ઋષભદેવે જે નીતિઓ સ્થાપિત કરી છે તે પ્રજાહિતને કેટલી સાધનારી છે તે કેવળ તેમણે સ્થાપિત કરેલી નીતિઓમાંની એક વિવાહનીતિ સમજવાથી સ્પષ્ટ થશે.
આજે જે વિવાહબંધન ન હોત તો આજે માનવસમાજની શી દશા હોત ? જુગલ્લાઓમાં તે શાન્ત સ્વભાવ હતો જેથી તેઓ કામવિકારને વશમાં રાખી શક્તા હતા. પરંતુ આજે વિવાહબંધન હેવા છતાં પણ ઘણું લેકે પરસ્ત્રી ઉપર કામદષ્ટિ ફેકે છે. તે જે વિવાહબંધન માનવસમાજમાં ન હોત તો અત્યારે પશુઓથી પણ આપણી સ્થિતિ ખરાબ હોત યા નહિ? પશુઓમાં તે હજુ મર્યાદા છે. પરંતુ માનવસમાજમાં વિવાહબંધન હોવા છતાં પણ મનુષ્યોને
જ્યારે કામવાસના તૃપ્ત કરવાની મર્યાદા મર્યાદિત નથી, તે પછી વિવાહબંધન ન હોત તે માનવસમાજની શી સ્થિતિ થાત એ કલ્પના પણ ભયંકર છે.
આ વાત ઉપર વિશેષ વિચાર કરવાથી ભગવાન ઋષભદેવે સ્થાપેલી રાજનીતિનું તથા તેમણે પ્રરૂપેલા રાષ્ટ્રધર્મનું મહત્ત્વ સમજમાં આવે છે.
રાષ્ટ્રધર્મને મુખ્ય સાર એ છે કે ऐक्य, राज्य, स्वातन्त्र्य यही तो राष्ट्र अङ्ग है शिर, धड, टाँगों सदृश जुड़े हैं अङ्ग सङ्ग है।