________________
રાષ્ટ્રધર્મ શ્રી ઋષભદેવભગવાને જન્મ લીધા બાદ ગ્રામધર્મ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મની સ્થાપના કરી હતી. તેઓશ્રીએ પિતાના આયુષ્યના ૨૦ ભાગે કુમારાવસ્થામાં વ્યતીત કર્યા હતા. ૬૩ ભાગો રાષ્ટ્રધર્મના સંશોધન અને પ્રચારમાં પસાર કર્યા હતા અને એક ભાગ સૂત્રચારિત્રધર્મના પ્રચારમાં પસાર કર્યો હતો.
આ સિવાય જંબુદ્વીપ-પ્રાપ્તિ નામના સૂત્રમાં ઉલ્લેખ છે કેપહેલાં સૂત્ર–ચારિત્રધર્મનો નાશ થશે, પછી રાષ્ટ્રધર્મને નાશ થશે. આ ઉલ્લેખથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે જ્યાં સુધી સૂત્રચારિત્રધર્મ છે ત્યાં સુધી રાષ્ટ્રધર્મનું અસ્તિત્વ અનિવાર્ય આવશ્યક છે. કારણ કે સૂત્ર–ચારિત્રધર્મને પ્રચાર કરવા માટે રાષ્ટ્રધર્મને સર્વપ્રથમ શ્રી ઋષભદેવભગવાને પ્રચાર કર્યો હતે.
ઉપર લખેલા સૂત્રના ઉલ્લેખ પ્રમાણે તે સૂત્ર-ચારિત્રધર્મને નાશ થયા પછી પણ રાષ્ટ્રધર્મ ટકી રહેશે અર્થાત સૂત્ર–ચારિત્રધર્મના જન્મથી પહેલાં અને તેના નાશના અન્ત સુધી રાષ્ટ્રધર્મ પ્રચલિત રહેશે.
જો કોઈ મનુષ્ય કહે કે અમારે રાષ્ટ્રધર્મ સાથે શું લાગેવળગે? તે તેમને પૂછવું જોઈએ કે સૂત્ર-ચારિત્રધર્મ સાથે તમારે સંબંધ છે કે નહિ? જો સંબંધ છે તે રાષ્ટ્રધર્મ વિના સૂત્ર-ચારિત્રધર્મ ટકી શકતાં નથી એટલે સૂત્ર–ચારિત્રધર્મના પાલન માટે પણ રાષ્ટ્રધર્મનું પાલન કરવું અનિવાર્ય આવશ્યક છે. આ રીતે રાષ્ટ્રધર્મને નિષેધ કદાપિ કરી શકાય એમ નથી. કારણ કે સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનમાં કહ્યું છે કે –
धम्म चरमाणस्स पंच णिस्ता ठाणा पं० त०. . છIS, M, રાણા, હિ, સરઢગ-૪૮