________________
ધર્મ અને ધનાયક
શ્રી દશવૈકાલિસૂત્રના પહેલા અધ્યાયની પહેલી ગાથાની ટીકામાં નીતિમાન પુરુષાનુ ન્યાયેાપાર્જિત અન્ન જ સાધુઓને માટે ગ્રાહ્ય બતાવેલ છે.
૧૮
જ્યાં સુધી રાષ્ટ્રના પ્રત્યેક સભ્ય રાષ્ટ્રધર્મોનું બરાબર પાલન કરતા નથી ત્યાં સુધી સૂત્ર-ચારિત્રધર્મ હમેશાં ભયમાં રહે છે. કારણ કે રાષ્ટ્રધર્મ આધાર અને સૂત્રચારિત્રધર્મ આધેય છે. આધારને નાશ થઈ જવાથી આધેયને પણ નાશ થઈ જાય છે. જેવી રીતે પાત્ર વિના ઘી ટકી શકતું નથી તેમ રાષ્ટ્રધમ વિના સૂત્ર–ચારિત્રધર્મ ટકી શકતાં નથી.
આ વાત નીચેના ઉદાહરણથી વિશેષ સ્પષ્ટ થશે:
એક વહાણુ, મનુષ્યાથી ભરેલું ભર નદીમાં જઇ રહ્યું છે. માર્ગોમાં એક મૂઢ માણસ એક મનુષ્યને ઉપાડી નદીમાં ફેંકવા તૈયાર થાય છે, જ્યારે બીજો મૂર્ખ માણસ એક અણીદાર હથિયાર વડે વહાણમાં છેદ પાડી રહ્યો છે. આવી સ્થિતિમાં એ એમાંથી ક્રાને પહેલાં રાકવા એ પ્રશ્ન ઊભા થાય છે. આ પ્રશ્નને જવાબ બુદ્ધિમાન પુરુષાને પૂછવામાં આવે તેા વહાણમાં છેદ પાડનાર માણસને પહેલાં જ રાકવા જોઈ એ, એવા મળશે.
અહીં સામાન્ય મનુષ્યને એ શંકા અવશ્ય થાય કે વહાણમાં છેદ પાડનાર મનુષ્યને પહેલાં રાકવામાં આવે અને જીવિત મનુષ્યને નદીમાં ફેંકનારને બાદ રાકવામાં આવે એમ કેમ ?
આ પ્રમાણે કહેનારાઓએ જરા વિચારવું જોઈ એ કે જો વહાણમાં કાઈ મુસાફર ન હેાત અથવા તેા વહાણુ નદીકિનારે પડ્યુ હાત તા તે વખતે વહાણમાં છેદ પાડવામાં આવે તે તે ખાસ નુકસાન થાય નહિ, પણ જ્યારે વહાણમાં મનુષ્યેા બેઠેલા છે અને તે વહાણ ભરનદીમાં જઈ રહ્યું છે ત્યારે વહાણમાં છેદ પડી જાય તે જે મનુષ્યા વહાણમાં બેઠેલા હેાય તે બધા નદીમાં ડૂબી જાય અને મરી જાય.
in