________________
૧૭
રાષ્ટ્રધર્મ મેળવતા હતા તે લાભ મળ બંધ થયા. એટલું જ નહિ પણ તે લેકેએ એક ભારતીય વ્યક્તિની આ ચોરીની જાહેરપત્રામાં ખૂબ જ ચર્ચા કરી અને એ રીતે ભારતીયને નીચે પાડવાનો પ્રયત્ન કર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે રાષ્ટ્રની એક જ વ્યક્તિદ્વારા રાષ્ટ્રધર્મ ન પાળી શકવાને કારણે સમસ્ત રાષ્ટ્રને આ હાનિ સહન કરવી પડે છે.
આ વાતથી વિપરીત વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોર, ડો. જગદીશચન્દ્ર બોઝ, સ્વામી વિવેકાનન્દ, મહાત્મા ગાંધીજી જેવા રાષ્ટ્રહિતૈષીઓએ યુરોપ આદિ પરરાષ્ટ્રમાં જઈ, રાષ્ટ્રધર્મ પાળી, પિતાની રાષ્ટ્રીયતાને, ઉન્નત રાષ્ટ્રીય ભાવનાને પરિચય આપી, ભારતમાતાની ગુણગાથા ગાઈ, ભારતમાતાનું મસ્તક ઊંચું રાખ્યું છે. એટલા જ માટે કહેવામાં આવે છે કે –“રાષ્ટ્રની પ્રત્યેક વ્યકિત ઉપર રાષ્ટ્રને આધાર છે.”
કેટલાક લેકે કહે છે કે આત્મકલ્યાણ કરનારાઓને ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ આદિની શી આવશ્યકતા છે ? આ પ્રમાણે કહેનારાઓનું કથન ઠીક નથી. કારણ કે આત્મસાધકોએ પણ ગ્રામધર્મ, નગરધર્મ તથા રાષ્ટ્રધર્મ સાથે થોડોઘણો સંબંધ રાખવો પડે છે, કારણ કે સાધુઓએ ગ્રામ, નગર તથા રાષ્ટ્રમાં રહેવું પડે છે, વિચરવું પડે છે તથા ત્યાં આહારપાણી પણ કરવાં પડે છે. જે ગ્રામનિવાસીઓ અધમ, ચેર કે અત્યાચારી હોય તે તેઓનું અન્ન ખાનાર આત્મસાધક ધર્માત્મા કે સ્વતન્ત્ર વિચાર કરનાર મહાત્મા કેવી રીતે થઈ શકે છે કારણ કે ‘આહાર તેવા ઓડકાર’ એ માનસશાસ્ત્રના સૂત્રાનુસાર જેવા વિચાર રાખનારાઓનું અન્ન ખાવામાં આવે છે પ્રાયઃ તેવા જ વિચારે અન્ન ખાનારમાં ઊતરી આવે છે. આ
જ્યાં સુધી ગૃહસ્થ ઉપાસકેનું જીવન પવિત્ર ન થાય ત્યાં સુધી સાધુઓનું જીવન પવિત્ર રહેવું ઘણું દુષ્કર છે. જે ગૃહસ્થઉપાસકે પિતાને ધર્મ પાળવામાં દઢ રહે તે સાધુઓએ પણ સંયમપાલનમાં દઢ રહેવું જ પડશે. આ ધ્રુવસત્ય છે.