________________
રાષ્ટ્રધર્મ જ્યચંદ્રના જમાનાથી માંડીને મિરઝાફર તથા તેના પછી આજ સુધી આપણે તે જ દુર્દશા દેખતા આવીએ છીએ.
બંગાળમાં જે વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યકર્તાઓ પિતાની કુટિલતાથી દેશને દુઃખ આપી રહ્યા હતા અને મીઠા જેવી સાધારણું ચીજનો ઇજારે અખત્યાર કરી એ અત્યાચાર કરી રહ્યા હતા કે જે કઈ ના ઘરમાંથી પાંચ શેર જેટલું પણ મીઠું નીકળી આવતું તે તેની બધી સંપત્તિ જપ્ત કરી લેવામાં આવતી એટલું જ નહિ પણ પિતાને વ્યાપાર વધારવા તથા પિતાના સ્વાર્થની પૂર્તિ કરવા માટે પ્રસિદ્ધ વણકરમાંથી અનેકના અંગૂઠા સુધ્ધાં કાપી નાંખ્યાં હતા.
તે જમાનામાં આવ. અત્યાચારોને પ્રતિકાર કરે એ એક પ્રકારે અસંભવ જેવું થઈ ગયું હતું. આનું પ્રધાન કારણ માત્ર એ જ હતું કે જગતશેઠ અમીચંદ તથા મહારાજા નંદકુમાર જેવા પ્રસિદ્ધ નાગરિકે પણ કેવળ પિતાના સ્વાર્થને સાધવા માટે દેશદ્રોહ કરી રહ્યા હતા.
ભારતનું જ નહિ, પણ કોઈ પણ રાષ્ટ્રના પતનનું કારણ શોધશે તે તમને માલૂમ પડશે કે તે રાષ્ટ્રના નાગરિકો દ્વારા પિતાને નગરધર્મ પાળી ન શકવાને કારણે જ રાષ્ટ્રનું અધઃપતન થયું હોય છે.
અત્યારે મુઠ્ઠીભર વિદેશીઓ તેત્રીસ કરોડ ભારતીઓ ઉપર શાસન કરે છે તેનું પ્રધાન કારણ એ જ છે કે અત્યારે નાગરિકેદ્વારા બરાબર નગરધર્મ પળાતે નથી.
જે નાગરિકે નગરધર્મનું બરાબર પાલન કરતા નથી તેઓ રાષ્ટ્રનું અપમાન કરે છે; બીજા શબ્દોમાં કહીએ તે દેશદ્રોહ કરે છે.
જ્યાં સુધી ગ્રામજને ગ્રામધર્મનું અને નાગરિકે નગરધર્મનું બરાબર પાલન કરવાને દઢ નિશ્ચય નહિ કરી લે ત્યાં સુધી રાષ્ટ્રનું ઉત્થાન થવું અસંભવિત છે.
૧ જુઓઃ “પ્લાસીનું યુદ્ધ, બંગાળા બેહાલપુસ્તકો.